થાણે-વેસ્ટમાં ઘોડબંદર રોડ પર ચિતળસર-માનપાડા નાકા નજીક આવેલી ક્રિસ્ટ સોસાયટી પાસે ૩ દુકાનોમાં ગુરુવારે વહેલી સવારે આગ લાગી હતી
આગની ઝપટમાં આવેલી દુકાનો.
થાણે-વેસ્ટમાં ઘોડબંદર રોડ પર ચિતળસર-માનપાડા નાકા નજીક આવેલી ક્રિસ્ટ સોસાયટી પાસે ૩ દુકાનોમાં ગુરુવારે વહેલી સવારે આગ લાગી હતી. સવારે ૪.૨૧ વાગ્યે આગ લાગી હોવાની માહિતી ફાયર-બ્રિગેડને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ એક ફાયર-વ્હીકલ, એક જમ્બો વૉટર-ટૅન્કર તથા બે રેસ્ક્યુ વ્હીકલ લઈને પહોંચેલા ફાયર-બ્રિગેડના જવાનોએ એક જ કલાકમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. સવારે સાડાપાંચ વાગ્યે આગને સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈ જખમી થયું નહોતું. જોકે મુકેશ ઠક્કરની માલિકીની માતેશ્વરી 3D આર્ટ, LAC હોમ સ્ટુડિયો તથા મનોજ ઠક્કરની માલિકીની યાર્ડ ઑફ સિરૅમિક્સ આ ત્રણેય દુકાનમાં રાખવામાં આવેલા સામાનને નુકસાન પહોંચ્યું હતું. ખાસ કરીને માતેશ્વરી 3D આર્ટમાં રાખવામાં આવેલો બધો જ સામાન તથા મશીન બળી ગયાં હતાં.
