Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈમાં રેઇનકોટ પહેરીને બાઇક પર આવતા ચેઇનસ્નૅચર્સનો આતંક

નવી મુંબઈમાં રેઇનકોટ પહેરીને બાઇક પર આવતા ચેઇનસ્નૅચર્સનો આતંક

Published : 19 August, 2026 10:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી મુંબઈમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી રેઇનકોટધારી બાઇકર્સ ગૅન્ગ સક્રિય થઈ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી રેઇનકોટધારી બાઇકર્સ ગૅન્ગ સક્રિય થઈ છે. પનવેલ નજીક ખાંદેશ્વર વિસ્તારમાં ટૂ-વ્હીલર પર આવેલા બે ચોરો સોમવારે સવારે મંદિરથી પાછાં ફરી રહેલાં ૬૫ વર્ષનાં વૃદ્ધ મહિલાના ગળામાંથી ૪.૦૮ લાખ રૂપિયાની કિંમતનું મંગળસૂત્ર અને સોનાની ચેઇન આંચકીને ફરાર થઈ ગયા હતા. સોમવારે બપોરે પવનેલમાં પણ આ જ રીતે ૭૨ વર્ષનાં મહિલાની ચેઇન ચોરવામાં આવી હતી. આ બન્ને કેસમાં પનવેલ અને ખાંદેશ્વર પોલીસ-સ્ટેશનમાં સેપરેટ ફરિયાદ નોંધવવામાં આવી છે. આ ઘટના સમયે બાઇક પર આવેલા બન્ને આરોપીઓએ વાદળી રંગના રેઇનકોટ પહેરેલા હતા.

નવી મુંબઈના પોલીસ-કમિશનર મિલિંદ ભારંબેના કાર્યકાળમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ વધ્યો છે અને ડ્રગ્સવિરોધી મોટાં અભિયાનો પણ ચલાવવામાં આવ્યાં છે, પરંતુ રોડ પર થતી આવી ચીલઝડપની ઘટનાઓ રોકવામાં પોલીસતંત્ર નિષ્ફળ નીવડ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્થાનિક નાગરિકોમાં પોલીસના પૅટ્રોલિંગ અને સુરક્ષાનાં પગલાં સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.



૧૫ દિવસમાં ચોથી ઘટના


ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૫ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો નવી મુંબઈમાં આ જ કાર્યપદ્ધતિથી લૂંટની ચોથી ઘટના સામે આવી છે. આ પહેલાં ૩ ઑગસ્ટે નવા રબાળેમાં ૭૯ વર્ષનાં મહિલાની સોનાની ચેઇન ઝૂંટવી લેવાઈ હતી. ત્યાર બાદ ૯ ઑગસ્ટે વાશીમાં ૬૨ વર્ષનાં મહિલાની દોઢ તોલાની ચેઇન લૂંટી લેવામાં આવી હતી. એમાં પણ સેપરેટ ફરિયાદ બન્ને અલગ-અલગ પોલીસ-સ્ટેશનમાં  નોંધાવવામાં આવી છે. આ તમામ બનાવોમાં રેઇનકોટ પહેરેલી ગૅન્ગે વૃદ્ધ મહિલાઓને જ નિશાન બનાવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK