ગાયમુખ-કાપુરબાવડી રૂટ પર ટ્રાયલ-રન સફળતાપૂર્વક પૂરી ડિસેમ્બર સુધીમાં સર્વિસ શરૂ થવાની શક્યતા
મેટ્રો (સૌજન્ય : મિડ-ડે)
મેટ્રો 4Aના ગાયમુખથી કાપુરબાવડી રૂટ પર ટ્રાયલ-રન સફળતાપૂર્વક પૂરી થઈ છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે શનિવારે જણાવ્યું હતું કે આ રૂટ પર ડિસેમ્બર મહિના સુધીમાં મેટ્રો-સર્વિસ શરૂ થવાની શક્યતા છે. સોશ્યલ મીડિયા પર આ માહિતી શૅર કરતાં પ્રતાપ સરનાઈકે આ પગલાને થાણેવાસીઓ માટે મહત્ત્વપૂર્ણ અને આવકારદાયક ગણાવ્યું હતું. આ મેટ્રો કૉરિડોર શરૂ થવાથી ગાયમુખ, કાસારવડવલી, વાઘબીળ, માનપાડા, ટીકુજીની વાડી, ડોંગરીપાડા, વિજય ગાર્ડન અને કાપુરબાવડી સહિતના વિસ્તારોના હજારો રહેવાસીઓને રોજિંદા પ્રવાસમાં લાભ થશે. ઘોડબંદર રોડ પર વધતા જતા વાહનવ્યવહાર અને ટ્રાફિક જૅમ વચ્ચે આ મેટ્રો લાઇન મુસાફરો માટે અત્યંત ઝડપી અને સલામત મુસાફરીનો વિકલ્પ આપશે.
બાકી રહેતી ઔપચારિકતાઓ અને પરીક્ષણો પૂર્ણ કરીને વર્ષના અંત સુધીમાં આ લાઇનને નાગરિકોની સેવા માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે.
