Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેટ્રો 5 હવે થાણે, ભિવંડી, કલ્યાણ સાથે ઉલ્હાસનગરને પણ જોડશે

મેટ્રો 5 હવે થાણે, ભિવંડી, કલ્યાણ સાથે ઉલ્હાસનગરને પણ જોડશે

Published : 29 May, 2026 12:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૨.૩૮ કિલોમીટરના પ્રોજેક્ટનો રૂટ હવે વધીને ૩૪.૨૧ કિલોમીટરનો, ખર્ચ પણ ૧૮,૧૩૦ કરોડ રૂપિયા વધશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શરૂઆતમાં ૨૨.૩૮ કિલોમીટરના બનનારા મેટ્રો 5 પ્રોજેક્ટને એક્સ્ટેન્ડ કરવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા લેવામાં આવ્યો છે અને એમાં વધુ ૧૧.૮૩ કિલોમીટરનો રૂટ ઉમેરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે મેટ્રો 5A તરીકે ઓળખાશે. હવે આ પ્રોજેક્ટ મેટ્રો 5A સુધી લંબાવવામાં આવશે અને થાણે, કલ્યાણ, ભિવંડી અને ઉલ્હાસનગરને પણ જોડશે.

કૉરિડોરના વિસ્તારને કારણે પ્રોજેક્ટના ખર્ચમાં પણ ૧૮,૧૩૦ કરોડ રૂપિયાનો વધારો થશે. આ પ્રોજેક્ટના પહેલા તબક્કાનું કમિશ‌નર ઑફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા ઇન્સ્પેક્શન ટૂંક સમયમાં થઈ શકે એમ MMRDA દ્વારા જણાવવામાં આવ્યું છે. 



પ્રથમ તબક્કામાં થાણે-ધામણકર નાકા વચ્ચે ૬ સ્ટેશન હશે
૩ તબક્કામાં મેટ્રો 5 પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે. ૧૧.૯ કિલોમીટરના થાણેથી ધામણકર નાકા વચ્ચેના પહેલા તબક્કામાં બાળકુમ, કશેળી, કાલ્હેર, પૂર્ણા, અંજુરફાટા અને ધામણકર નાકા આ ૬ સ્ટેશન હશે. આ પ્રોજેક્ટ ૬૭૪૧ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ ફેઝ વર્ષના અંત સુધી શરૂ થવાની શક્યતા છે.


નવા મંજૂર થયેલા મેટ્રો 5A માર્ગ પર ૭ સ્ટેશન હશે
મેટ્રોલાઇન 5A દુર્ગાડી, ખડકપાડા, ભોઈરવાડી અને કલ્યાણને જોડશે. ૧૧.૮૩ કિલોમીટર લાંબા આ એલિવેટેડ કૉરિડોરમાં ૭ સ્ટેશન હશે અને એનો ખર્ચ ૪૦૬૩ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે જે રોડ-ટ્રાવેલિંગમાં લગતા સમયને ૪૦થી ૫૦ ટકા ઘટાડશે.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK