Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદરમાં મેટ્રો 9 કૉરિડોર પર MMRDA ૭ ફુટ ઓવર બ્રિજ બનાવશે

મીરા-ભાઈંદરમાં મેટ્રો 9 કૉરિડોર પર MMRDA ૭ ફુટ ઓવર બ્રિજ બનાવશે

Published : 02 June, 2026 10:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકોને ટ્રાફિકથી બચીને મેટ્રો સ્ટેશન સુધી પહોંચવાની સુવિધા મળશે અને પબ્લિકની સેફ્ટી પણ જળવાશે

તસવીર સૌજન્ય: એમએમઆરડીએ

તસવીર સૌજન્ય: એમએમઆરડીએ


દહિસર-ઈસ્ટથી મીરા-ભાઈંદર સુધી ૧૧ કિલોમીટર લંબાઈ અને કુલ ૮ સ્ટેશનો ધરાવતા મુંબઈ મેટ્રો  9 કૉરિડોર પર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) ૭ ફુટ ઓવર બ્રિજ (FOB) બનાવીને મુસાફરોની સલામતી અને સુવિધા જળવાઈ રહે એ માટે પગલાં લઈ રહી છે. આ મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફૅસિલિટી MMRDAના મુખ્ય મલ્ટિ-મૉડલ ઇન્ટિગ્રેશન (MMI) પહેલ હેઠળ કરવામાં આવી રહી છે.

નવા FOB મુંબઈના બે સૌથી વ્યસ્ત મુખ્ય માર્ગો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને મીરા-ભાઈંદર રોડ પર મુખ્ય રાહદારીઓને રસ્તો ક્રૉસ કરવા અને મેટ્રો સુધી પહોંચવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ કૉરિડોર પર નીચે ત્રીસથી ૬૦ મીટર સુધીના રસ્તાની પહોળાઈ અને વાહનોની અવરજવર બહુ જ વધુ હોવાથી આ FOB જરૂરી હોવાનું જણાઈ આવ્યું છે. આ બધા જ પ્રસ્તાવિત FOBની પહોળાઈ ૩ મીટર હશે જેથી પૅસેન્જરોની સહેલાઈથી અવરજવર થઈ શકે.



ક્યાં બનશે FOB?


૧. દહિસર ટોલનાકા
૨. મીરાગાવ
૩. કાશીગાવ
૪. શિવાર ગાર્ડન
૫. મૅક્સસ મૉલ
૬. વેજ સાગર હોટેલ
૭. સાંઈબાબાનગર  


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK