Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની હવા બગાડી છે તો આજથી ભરવો પડશે ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ

મુંબઈની હવા બગાડી છે તો આજથી ભરવો પડશે ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ

Published : 12 October, 2026 10:19 AM | Modified : 12 October, 2026 10:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિયમોનું ઉલ્લંઘન કરતી કન્સ્ટ્રક્શન-સાઇટ્સ અને કાટમાળ લઈ જતી ટ્રક્સ પર કાર્યવાહી કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મૉન્સૂનની વિદાયને કારણે શહેરની હવાની ગુણવત્તા એટલે કે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) વધુ બગડ્યો હોવાનું જણાતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આ પરિસ્થિતિ વધુ ન વણસે એ માટે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. હવાની ગુણવત્તા વધુ ન બગડે એ માટે BMCએ આજથી નિયમોનું ઉલ્લંઘન કરનારી કન્સ્ટ્રક્શન-સાઇટ્સ તથા કન્સ્ટ્રક્શન-સાઇટ પર જમા થતા કાટમાળને લઈ જતી ટ્રક પર કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. BMC દ્વારા આજથી જ નિયમો તોડનારાઓ પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ લાદવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કન્સ્ટ્રક્શન તથા ડિમોલિશનના કામને કારણે તથા એના કાટમાળના ગેરકાયદે નિકાલને કારણે વાયુપ્રદૂષણ થાય છે.

BMCના અધિકારીએ આપેલી માહિતી મુજબ કન્સ્ટ્રક્શન ઍન્ડ ડિમોલિશન (C&D)ના નિયમો તોડનારા તથા કન્સ્ટ્રક્શન-સાઇટનો કાટમાળ ટ્રાન્સપોર્ટ કરતી હોય પરંતુ વ્હીકલ ટ્રેકિંગ ઍન્ડ મૉનિટરિંગ સિસ્ટમ ન ધરાવતી હોય એવી ટ્રકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મુંબઈ ડેબ્રી કન્ટ્રોલ ઍન્ડ ટ્રેકિંગ સિસ્ટમ (MDCTS) હેઠળ રજિસ્ટર્ડ ન હોય એવી કન્સ્ટ્રક્શન-સાઇટ પર પણ તવાઈ આવશે અને એમને પણ દંડ ફટકારવામાં આવશે. 



માત્ર ૧૨૦૦ ટન કાટમાળના નિકાલની વ્યવસ્થા
C&Dને કારણે દરરોજ મુંબઈમાં ૮૦૦૦ ટન કાટમાળ તૈયાર થાય છે. જોકે BMC દરરોજ દહિસર અને શિળફાટામાં આવેલી તેમની ટ્રીટમેન્ટ ફૅસિલિટીમાં ફક્ત ૧૨૦૦ ટન કાટમાળનો જ નિકાલ કરી શકે છે. એને કારણે બાકીનો કાટમાળ નદી, નાળાં, ખાલી પ્લૉટ, રસ્તા, ખાડીઓ તથા મૅન્ગ્રોવ્ઝમાં ગેરકાયદે ફેંકી દેવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK