Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Airport: માથાફરેલની એક મજાકે ફ્લાઇટના પેસેન્જર્સને હેરાન પરેશાન કરી મૂક્યા

Mumbai Airport: માથાફરેલની એક મજાકે ફ્લાઇટના પેસેન્જર્સને હેરાન પરેશાન કરી મૂક્યા

Published : 13 August, 2026 03:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Airport: ઈન્ડિગોની ફ્લાઈટને ટેક-ઓફ પહેલાં જ સ્થગિત કરી દેવામાં આવી હતી અને સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને પ્રવાસીને પકડ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર એક એવી ઘટના બની હતી કે જેને લીધે અધિકારીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. વાત કંઇક એમ છે કે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (T2) પર એક પેસેન્જરે મજાક કરી હતી, પણ આ મજાકને કારને સુરક્ષા એજન્સી ટેન્શનમાં આવી ગઈ હતી.  બન્યું એવું હતું કે સિક્યુરિટી ચેકિંગ દરમિયાન એક પ્રવાસીએ પોતાની બૅગમાં બોમ્બ હોવાની મજાક કરી હતી. ભલે આ હતી તો મજાક પણ એને લીધે એરપોર્ટ પર અધિકારીઓ ટેન્શનમાં આવી ગયા હતા. એટલું જ નહી આ મજાકને પગલે દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને ટેક-ઓફ પહેલાં જ સ્થગિત કરી દેવામાં આવી હતી અને સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને પ્રવાસીને પકડ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.

રિપોર્ટ્સ પ્રમાણે મુંબઈથી દિલ્હી જઇ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (Mumbai Airport) ઉડાન ભરવાની તૈયારીમાં જ હતી ત્યાં બોર્ડિંગ ગેટ પર એરલાઈનના અસિસ્ટન્ટ સિક્યુરિટી મેનેજર ઓમપ્રકાશ રાજભર અને સિક્યુરિટી ઓફિસર રવીન્દ્ર રોકડે રાબેતા મુજબ પ્રવાસીઓના હેન્ડ બેગની તપાસ કરી રહ્યા હતા. ચેકિંગ ચાલી રહ્યું હતું તે સમયે એક ૫૫ વર્ષીય પેસેન્જર નામે અનુજ જયરામ સુવર્ણાને પૂછવામાં આવ્યું કે ભાઈ તમારી બૅગમાં દિવાસળી, લાઈટર, કાતર કે અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ તો નથી ને? ત્યારે તેના ઉત્તરમાં અનુજે બેફિકરાઈથી કહ્યું કે, મારી બૅગમાં બોમ્બ છે.



ભલે અનુજ મજાકમાં જ બોલ્યો હતો પરંતુ તેના મોઢેથી બૉમ્બ આવો શબ્દ સાંભળતા જ એરલાઈન સ્ટાફ અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એકદમ ચોંકી ઉઠી હતી અને ખરેખર અનુજની બૅગમાં બૉમ્બ તો નથીને તે તપાસવા લાગી હતી. આ મામલાની ગંભીરતા જોઈને CISFએ તરત જ પેસેન્જરને વિમાનમાંથી નીચે ઉતારી દઈને અટકાયતમાં લઈ લીધો હતો.


એટલું જ નહીં, આખા વિમાનને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDS) અને CISF દ્વારા વિમાન (Mumbai Airport), કાર્ગો હોલ્ડ અને તમામ પેસેન્જર્સના સામાનની કલાકો સુધી તપાસ ચાલી હતી. જોકે તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી મળી નહોતી જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આખરે જ્યારે પ્લેનને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું ત્યાર બાદ જ તમામ પ્રવાસીઓને બોર્ડિંગની મંજૂરી અપાઈ અને ફ્લાઈટને દિલ્હી માટે રવાના કરવામાં આવી. 

જોકે, એક નાની મજાકને કારણે ફ્લાઈટ કલાકો મોડી પડી હતી અને મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી (Mumbai Airport) પડી હતી. CISFએ આરોપી અનુજ સુવર્ણાને આગળની કાનૂની કાર્યવાહી માટે સહાર પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ દાવો કર્યો હતો કે તેણે આ વાત માત્ર મજાકમાં કહી હતી અને તેનો કોઈને ધમકી આપવાનો ઈરાદો નહોતો. પણ આ મામલાએ એ તો સાબિત કરી દીધું છે કે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ અને હવાઈ સુરક્ષા સંબંધિત બાબતોમાં આવી મજાકને ગંભીરતાથી લેવામાં આવે છે. સહાર પોલીસે આરોપીને ફરી આવું ન કરવાની કડક ચેતવણીની નોટિસ આપીને હાલ પૂરતો મુક્ત કર્યો છે, પરંતુ કેસની આગળની તપાસ ચાલુ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK