Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai BEST Bus Fire: મુંબઈના બસ-ડેપોમાં અગ્નિતાંડવ: એક પછી એક બે બસો સળગી ઊઠી

Mumbai BEST Bus Fire: મુંબઈના બસ-ડેપોમાં અગ્નિતાંડવ: એક પછી એક બે બસો સળગી ઊઠી

Published : 25 May, 2026 11:44 AM | Modified : 25 May, 2026 11:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai BEST Bus Fire: અઢી કલાકની અંદર બે બસો સળગી ઊઠવાની ઘટનાથી ડેપો વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તાત્કાલિક આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

આગમાં લપટાયેલી BEST બસ (તસવીર સૌજન્ય - વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ)

આગમાં લપટાયેલી BEST બસ (તસવીર સૌજન્ય - વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ)


મુંબઈના સાયનમાં આવેલા પ્રતિક્ષાનગર બસ ડેપોમાં રવિવારે મોડી રાત્રે અગ્નિતાંડવ (Mumbai BEST Bus Fire) થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અઢી કલાકની અંદર બે બસો સળગી ઊઠવાની ઘટનાથી ડેપો વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તાત્કાલિક આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી જેથી મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પણ બંને બસોને મોટું નુકસાન થયું છે.

એક બસની આગ ઠરે ત્યાં બીજીમાં લાગી- શું થયું હતું ડેપોમાં એક્ઝેક્ટલી?



મોડી રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ ડેપોમાં ઊભેલી એક બસમાં આગ (Mumbai BEST Bus Fire) લાગી હતી. આગ અને ધુમાડો નીકળતો જોઈ તાબડતોબ ફાયરબ્રિગેડના અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની પક્રિયા શરૂ કરી હતી. હજી તો આ બસમાં લાગેલી આગને સંપૂર્ણ રીતે બુઝાવવામાં આવે ત્યાં જ ડેપોમાં પાર્ક કરેલી એક અન્ય બસ પણ સળગી ઉઠી હતી. એક જ રાત્રે લગભગ અઢી કલાકના અંતરે બે બસોમાં આગ લાગવાથી ડેપોના વહીવટીતંત્રમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જે બંને બસો આગનો ભોગ બની છે તેમની એક બસ તો રોજ વપરાશમાં પણ આવતી હતી. જે કોલાબાથી તે દિવસનો છેલ્લો રૂટ પૂરો કરીને પ્રતીક્ષાનગર ડેપોમાં પાર્ક થઈ હતી. ૧૦.૨૧ વાગ્યે આ બસ ડેપોમાં પાર્ક કરાઇ હતી. જ્યારે બીજી બસ આઇપીએલ મેચો માટે રિઝર્વ રાખવામાં આવી હતી. બસ પાર્ક કર્યાના લગભગ એકાદ કલાક બાદ ડેપોના સુરક્ષા ગાર્ડ બિન નવાઝનું ધ્યાન બસમાંથી નીકળી રહેલા ધુમાડા તરફ ગઈ હતી. 


ગાર્ડનું ધ્યાન ગયું

ગાર્ડ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તરત જ બસ સુધી ગયો હતો કે ફાયર એક્સટીંગવિશર મશીન (Mumbai BEST Bus Fire) મળી જાય. પણ આગની જ્વાળાઓ એટલી બધી વકરી ગઈ હતી કે તેની માટે તે મુશ્કેલ બન્યું. આખરે તેણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ 12.21 સુધીમાં સ્થળ પર પહોંચી હતી અને લગભગ 12.30 વાગ્યે આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન પોલીસ કર્મચારીઓ અને મીડિયાના સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.


આગ લાગવાનું કારણ હજુ અકબંધ 

ડેપોની બંને બસોમાં આગ (Mumbai BEST Bus Fire) શા કારણોસર લાગી તે અંગે કોઈ સત્તાવાર કારણ તો સામે આવ્યું નથી. બેસ્ટ વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડ હાલમાં તપાસ કરી રહ્યા છે કે શું આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી કે આમાં કોઈ અન્ય ટેકનિકલ સમસ્યા આવી હતી. સદનસીબે બંને બસમાં કોઈ પૅસેન્જર્સ બેઠા નહોતા.

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK