Mumbai Crime: કોમર્સ એક્ઝામ આપવા બેઠેલી 16 વર્ષની વિદ્યાર્થિની સાથે છેડતી કરવામાં આવી છે. આ મામલે એક શિક્ષક સામે વાશી પોલીસે ગુનો નોંધ્યો છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના વાંશીમાંથી ખૂબ જ ખરાબ સમાચાર (Mumbai Crime) મળી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર કોમર્સ એક્ઝામ આપવા બેઠેલી 16 વર્ષની વિદ્યાર્થિની સાથે છેડતી કરવામાં આવી છે. આ મામલે એક શિક્ષક સામે વાશી પોલીસે ગુનો નોંધ્યો છે. આ 42 વર્ષીય શિક્ષક સામે 16 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અહેવાલો સૂચવી રહ્યા છે કે આ શિક્ષક જ્યાં પેલી વિદ્યાર્થિની એક્ઝામ આપવા માટે બેઠી હતી તે ક્લાસમાં સુપરવાઇઝર તરીકે ગયો હતો. પીડિતા પરીક્ષા આપી રહી હતી ત્યાં આ શિક્ષક આવ્યો હતો ત્યારે તેણે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. આ સમગ્ર મામલે પીડિતાની માતાએ જઈને વાશી પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. આ ઘટના ગુરુવારે સવારે લગભગ 8 વાગ્યે બની. પીડિતા 11માં ધોરણની કોમર્સની સ્ટુડન્ટ છે, તે કોલેજના એક્ઝામ રૂમમાં ઇંગ્લિશ લેંગ્વેજની પરીક્ષા આપી રહી હતી. જ્યારે તે પેપર લખી રહી હતી, ત્યારે આરોપી સુપરવાઇઝર તેની બાજુમાં આવીને બેન્ચ પર બેસી ગયો હતો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં ખરાબ ઇશારા પણ કર્યા હતા.
ADVERTISEMENT
પીડિતાની માતાના જણાવ્યા અનુસાર, આ ઘટના (Mumbai Crime) 20 માર્ચના રોજ સવારે 8થી 11 વાગ્યાની વચ્ચે વાશીની એક જુનિયર કૉલેજમાં બની હતી. ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ અંગ્રેજીની પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે આ સુપરવાઇઝર તરીકે આવેલો શિક્ષક પીડિતાની બાજુમાં જઈને બેઠો હતો અને કથિત રીતે તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા લાગ્યો હતો.
વાશી પોલીસના એક પોલીસ અધિકારી જણાવે છે કે "અમે ફરિયાદીના આરોપો અનુસાર કેસ નોંધ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. આરોપી જે પરીક્ષા સુપરવાઇઝર હતો, તે નાસિક જિલ્લાના તાલુકા નિફાડના લાલગાંવનો રહેવાસી હતો.
આન્સરશીટ ક્લેક્ટ કરતી વખતે પણ અયોગ્ય સ્પર્શ કર્યો હોવાનો આરોપ
આ સાથે જ જ્યારે પીડિતાની માતાએ પોલીસ સ્ટેશન (Mumbai Crime)માં જઈને આ સમગ્ર મામલે જણાવ્યું હતું ત્યારે એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આરોપી સુપરવાઇઝર શિક્ષકે વિધ્યાર્થીઓ પાસેથી ઉત્તરવહીઓ એકત્રિત કરતી વખતે પીડિતાને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.
પોલીસ અધિકારી આ બ વધુ મહિતીન આપતા જણાવે છે કે, "આરોપી સુપરવાઇઝરની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બી. એન. એસ. એસ.) હેઠળ નોટિસ આપવામાં આવી હતી જેમાં તેને પોલીસ તપાસ અને અદાલતી સુનાવણીમાં સહકાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો".
આ સમગ્ર મામલા (Mumbai Crime)ને જોતાં પોલીસે આરોપી સામે કલમ 75-ગુનાહિત જાતીય હુમલો અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (પીઓસીએસઓ)ની કલમ 12 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

