Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંબરનાથમાં આઠ દિવસમાં ફૅક્ટરીઓને ફાયર-ઑડિટ રજૂ કરવાનું અલ્ટિમેટમ

અંબરનાથમાં આઠ દિવસમાં ફૅક્ટરીઓને ફાયર-ઑડિટ રજૂ કરવાનું અલ્ટિમેટમ

Published : 14 March, 2026 01:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે આ નિર્દેશ આપ્યો હતો

સોમવારે આનંદનગર MIDCમાં આવેલી એક કંપનીમાં લાગેલી આગ

સોમવારે આનંદનગર MIDCમાં આવેલી એક કંપનીમાં લાગેલી આગ


અંબરનાથ વિસ્તારમાં આવેલી ફૅક્ટરીઓને ૮ દિવસની અંદર ફાયર અને સેફ્ટી ઑડિટ રિપોર્ટ સબમિટ કરવા કહેવામાં આવ્યું છે. સોમવારે આનંદનગર મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)માં આવેલી ગણેશ કેમિકલ કંપનીમાં લાગેલી ભીષણ આગ બાદ ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે આ નિર્દેશ આપ્યો હતો.

ઉદય સામંતે નિરીક્ષણ દરમ્યાન અધિકારીઓને જણાવ્યું હતું કે ‘અધિકારીઓ પાસે તેમના અધિકારક્ષેત્રમાં કાર્યરત કંપનીઓ વિશે, ખાસ કરીને એમની સલામતી અને આગ નિવારણનાં પગલાં અંગે વ્યાપક માહિતી હોવી જોઈએ. આ માહિતી જનપ્રતિનિધિઓને ઉપલબ્ધ કરાવવી જોઈએ. જો કોઈ કંપનીએ વીમાનો દાવો કરવા માટે જાણીજોઈને આગ લગાવી હોવાનું જાણવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઔદ્યોગિક વસાહતોને અડીને આવેલી માનવવસાહતોનું રક્ષણ કરવું અમારી પ્રાથમિક જવાબદારી છે. અમે નાગરિકોની સલામતી સાથે સમાધાન કરી શકીએ નહીં.’



MIDCના સ્ટાફને કહેવામાં આવ્યું છે કે તેઓ ખાતરી કરે કે તેમના વિસ્તારની ફૅક્ટરીઓ એક અઠવાડિયાની અંદર ફાયર અને સેફ્ટી ઑડિટ રિપોર્ટ સબમિટ કરે.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK