Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે મનોરી-ગોરાઈમાં વેપારધંધા અને ફેરી-સર્વિસ બંધ

આજે મનોરી-ગોરાઈમાં વેપારધંધા અને ફેરી-સર્વિસ બંધ

Published : 19 October, 2026 09:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મનોરી ડીસૅલિનેશન પ્રોજેક્ટ સામે માછીમારોનો બાંદરા-ઈસ્ટની કલેક્ટર ઑફિસ પર મોરચો: દરિયામાં ખારા પાણીના નિકાલથી માછીમારોની રોજીરોટી જોખમાવાની ભીતિ

આ બંધને સફળ બનાવવા માટે સામાજિક સંગઠનો દ્વારા પત્રિકાઓ, સોશ્યલ મીડિયા પોસ્ટ્સ અને બૅનર્સ દ્વારા લોકોનું સમર્થન માગવામાં આવી રહ્યું છે

આ બંધને સફળ બનાવવા માટે સામાજિક સંગઠનો દ્વારા પત્રિકાઓ, સોશ્યલ મીડિયા પોસ્ટ્સ અને બૅનર્સ દ્વારા લોકોનું સમર્થન માગવામાં આવી રહ્યું છે


મનોરીમાં પ્રસ્તાવિત ડીસૅલિનેશન પ્લાન્ટ  એટલે કે દરિયાના ખારા પાણીને મીઠું કરવાના પ્રોજેક્ટ સામે મુંબઈ અને આસપાસના વિસ્તારોના માછીમાર સમાજે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. સ્થાનિક રહેવાસીઓની સલાહ લીધા વિના આગળ ધપાવાઈ રહેલા આ પ્રોજેક્ટના વિરોધમાં માછીમાર સમુદાયો દ્વારા આજે મનોરી અને ગોરાઈમાં સંપૂર્ણ બંધ પાળવાની તેમ જ બાંદરા-ઈસ્ટ સ્થિત સબર્બન કલેક્ટરની ઑફિસ સુધી વિરોધકૂચ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સમુદાયના અગ્રણીના જણાવ્યા પ્રમાણે આ વિરોધ-પ્રદર્શનમાં આશરે બારથી ૧૪ જેટલાં સામાજિક સંગઠનો જોડાશે અને ૩૦૦૦ જેટલા લોકો ભાગ લે એવી શક્યતા છે. આયોજકો દ્વારા પાલઘરથી મુંબઈ સુધીના માછીમાર પરિવારોને એકઠા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોને ભીતિ છે કે પ્લાન્ટમાંથી નીકળનારા કૉન્સન્ટ્રેટેડ બ્રાઇન (અત્યંત ક્ષારયુક્ત પાણી)ના નિકાલથી દરિયાઈ જીવસૃષ્ટિને, પરંપરાગત માછીમારીના વિસ્તારોને અને તેમની રોજીરોટીને ભારે નુકસાન થશે.



વિવિધ સંગઠનોએ મનોરી, ગોરાઈ, માલવણી, ભાટી, મઢ અને ઉત્તનના માછીમારો, ખેડૂતો અને ધરતીપુત્રોના અસ્તિત્વ તેમ જ જમીન અને દરિયાને બચાવવા માટે આ વિનાશક પ્રોજેક્ટ વિરુદ્ધ એક થઈને લડત આપવાનું આહવાન કર્યું છે.


ઇમર્જન્સી સેવાઓ અને વિદ્યાર્થીઓ માટે જ બોટ-સર્વિસ ચાલુ રહેશે

આ બંધને સફળ બનાવવા માટે સામાજિક સંગઠનો દ્વારા પત્રિકાઓ, સોશ્યલ મીડિયા પોસ્ટ્સ અને બૅનર્સ દ્વારા લોકોનું સમર્થન માગવામાં આવી રહ્યું છે. એક પત્રિકામાં બહારથી આવતા પ્રવાસીઓને ૧૯ ઑક્ટોબરે મનોરી અને ગોરાઈની મુલાકાત ટાળવાની અને આ આંદોલનને સમર્થન આપવાની વિનંતી કરવામાં આવી છે. અગ્રણીઓના જણાવ્યા મુજબ સ્થાનિક દુકાનો અને મચ્છી માર્કેટ્સ સંપૂર્ણ બંધ રહેશે. આ ઉપરાંત સ્થાનિક ફેરી ઑપરેટર્સ દ્વારા પણ મહારાષ્ટ્ર મૅરિટાઇમ બોર્ડ (MMB)ને જાણ કરવામાં આવી છે કે તેઓ એ દિવસે માત્ર ઇમર્જન્સી સેવાઓ અને વિદ્યાર્થીઓ પૂરતી જ મર્યાદિત બોટ-સર્વિસ ચાલુ રાખશે.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK