ગોરેગામ પોલીસને આ ઘટનાની જાણ થઈ ત્યારે એણે ફહાદ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
જોગેશ્વરી-વેસ્ટના માલ્કમબાગની સામે આવેલા ક્રિસ્ટલ હાઇટમાં રહેતા કારડીલર ફહાદ ખલીલ સલાહુદ્દીન શેખે તેની ૩૩મી વર્ષગાંઠની ઉજવણી યાદગાર બનાવવા એક અનોખી અને જોખમી રીતે રીલ બનાવીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
કાર લઈને બર્થ-ડે બૉય રામ મંદિર નજીક ઍવેન્યુ રોડ પર સનટેક સિટી પાસે ગયો હતો. ત્યાં કાર પાર્ક કરીને કારમાંથી નીચે ઊતરી ગયો હતો અને રોડ પર પેટ્રોલ ઢોળીને ‘૩૩’ નંબર બનાવી એને આગ ચાંપી દીધી હતી. એથી એ પેટ્રોલ ભડકા સાથે બળવા માંડ્યું હતું અને ‘૩૩’ નંબર ચમકી ઊઠ્યો હતો. ગોરેગામ પોલીસને આ ઘટનાની જાણ થઈ ત્યારે એણે ફહાદ વિરુદ્ધ લોકો અને અન્ય વાહનો માટે જોખમ ઊભું કરવાનો અને પબ્લિક પ્રૉપર્ટી રોડને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.
