Mumbai Marathi Language Row: આ ઘટના ડોમ્બિવલી પશ્ચિમના ઓલ્ડ ડોમ્બિવલી વિસ્તારમાં સરળ અંગ્રેજી શબ્દ ‘એક્સક્યુઝ મી’ કહેવા પર મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો. લોકોના ટોળાંએ બે યુવતીને માર માર્યો હતો, અને તેમને મરાઠીમાં બોલવાનું કહ્યું હતું.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
મહારાષ્ટ્રમાં, મરાઠી ભાષા બોલવાને લઈને વિવાદ વધુને વધુ વસણી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. મરાઠી ન બોલતા કર્મચારીઓ સાથે પણ મારપીટ કરી તેમની પાસેથી બળજબરીથી માફી મગાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે તાજેતરમાં થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં (Mumbai Marathi Language Row) એક એવો ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને રાજ્યમાં શું ખરેખર લોકો આટલા બધા નીચલા સ્તર સુધી જઈ શકે છે એવો પ્રશ્ન ઊભો થાય.
સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ડોમ્બિવલીમાં ‘એક્સક્યુઝ મી’ કહેવા બદલ સાત લોકોએ મળીને બે યુવતીઓને માર માર્યો હતો. મહારાષ્ટ્રમાં (Mumbai Marathi Language Row) હિન્દી અને મરાઠી ભાષીઓ વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. આ તણાવ વચ્ચે ડોમ્બિવલીમાં બનેલી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ડોમ્બિવલી પશ્ચિમના ઓલ્ડ ડોમ્બિવલી વિસ્તારમાં સરળ અંગ્રેજી શબ્દ ‘એક્સક્યુઝ મી’ કહેવા પર મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો. લોકોના ટોળાંએ બે યુવતીને માર માર્યો હતો, અને તેમને મરાઠીમાં બોલવાનું કહ્યું હતું, કારણ કે તેઓ અંગ્રેજીમાં બોલતા હતા. ગણેશ શ્રદ્ધા બિલ્ડીંગમાં રહેતા પડોશીઓ વચ્ચે ઝઘડો થયો. પૂનમ અંકિત ગુપ્તા નામની એક મહિલાને કેટલાક લોકોએ અંગ્રેજીને બદલે ‘મરાઠીમાં બોલ’ એવું કહીં તેને નિર્દયતાથી માર માર્યો હતો.
ADVERTISEMENT
#wach डोंबिवलीतील घटना excuse meबोलल्याने तिघांनी केली तरुणींना मारहाण इंग्लिश नाही बोलायचे मराठीत बोलायचे वाद घालत तरुणींना मारहाण तरुणी दुचाकीने इमारती जात असताना रस्त्यात उभे असलेल्या तिघांनी केली मारहाण,आरोपीअनिल पवार,बाबासाहेब ढबाले,रितेश ढबाले,अदखलपात्र गुन्हा दाखल#मराठी pic.twitter.com/p2vDYF3PhA
— yuvraj surle (@SurleYuvraj) April 8, 2025
ફરિયાદી મહિલા સાત એપ્રિલ સોમવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે તેની બહેન ગીતા સાથે ઘરે પરત ફરી રહી હતી. તેઓ તેમના વાહનમાં ઘરે આવી રહ્યા હતા. તે સમયે, હુમલાખોર અનિલ પવાર અને તેની પત્ની ઇમારતની બહાર શેરીમાં ઉભા હતા અને વાતચીત કરી રહ્યા હતા. તે સમયે, પીડિત મહિલાએ પતિ-પત્નીને બાજુ પર ખસવા માટે અંગ્રેજીમાં ‘એક્સક્યુઝ મી’ કહ્યું, અને તે સમયે, આરોપી અને તેની પત્નીએ `અંગ્રેજી નહીં, મરાઠીમાં બોલો` (Mumbai Marathi Language Row) એમ કહ્યું અને ફરિયાદી, પૂનમ અંકિત ગુપ્તા અને તેની બહેન ગીતાને નિર્દયતાથી માર માર્યો. મારપીટમાં પૂનમના નાક પર ઈજા થઈ.
ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા પવારના સંબંધી બાબાસાહેબ ધાબલે અને તેમનો પુત્ર રિતેશ સહિત બીજા કેટલાક લોકોએ પણ પીડિત મહિલાઓને માર માર્યો હતો. ચારથી પાંચ સ્ત્રીઓ અને ત્રણ યુવાનોએ મળીને બે મહિલા સાથે મારપીટ કરી હોવાના અહેવાલ છે. આ સમયે ફરિયાદી મહિલાની સાથે એક બાળક પણ હોવાનું કહેવાય છે. જોકે, આ બાળકની પરવા કર્યા વિના નરાધામોએ મહિલાને માર મારવાનું શરૂ જ રાખ્યું હતું. આ કેસમાં વિષ્ણુનગર (Mumbai Marathi Language Row) પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 115(2), 352, 324(4) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે બિન-દખલપાત્ર ગુના નોંધ્યા છે.

