Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો મિસિંગ લિન્કની આ ટનલે: ૨૨.૩૩ મીટરની પહોળાઈ સાથે આ છે જગતની વાઇડેસ્ટ અન્ડરગ્રાઉન્ડ ટનલ

વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો મિસિંગ લિન્કની આ ટનલે: ૨૨.૩૩ મીટરની પહોળાઈ સાથે આ છે જગતની વાઇડેસ્ટ અન્ડરગ્રાઉન્ડ ટનલ

Published : 02 May, 2026 09:13 AM | Modified : 02 May, 2026 10:34 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ-પુણે એક્સપ્રેસવેની મિસિંગ લિન્કને કનેક્ટિંગ લિન્ક કહેવાનો દેવેન્દ્ર ફડણવીસનો આગ્રહ, પણ ઉદ્ઘાટનના દિવસે VIP મૂવમેન્ટને કારણે ટ્રાફિકમાં કલાકો સુધી અટવાઈને પોતાની મંઝિલથી ડિસક્નેક્ટ થઈ ગયા લોકો

મિસિંગ લિન્ક, મિસિંગ લિન્કની ટનલ

મિસિંગ લિન્ક, મિસિંગ લિન્કની ટનલ


મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરની મિસિંગ લિન્કનું ઉદ‍્ઘાટન કર્યા પછી દેવેન્દ્ર ફડણવીસે અટવાયેલા મોટરિસ્ટોની માફી માગી અને ટ્રાફિકમાં ફસાયેલાં સંસદસભ્ય સુપ્રિયા સુળેને સંબોધીને કહ્યું... સુપ્રિયાતાઈ, હવે તમે એક્સપ્રેસવે પર ક્યારેય ટ્રાફિકમાં નહીં ફસાઓ

મુંબઈ-પુણે વચ્ચેના બહુચર્ચિત ‘મિસિંગ લિન્ક’ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા પછી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. અગાઉ તેમણે મહારાષ્ટ્ર દિન અને કામગાર દિવસની સૌને શુભેચ્છા આપતાં કહ્યું હતું કે ‘આજનો દિવસ ખુશીનો દિવસ છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પ્રવાસ કરતાં આપણે લોકોએ જે સપનું જોયું હતું એ સાકાર થયું છે. હાલમાં આ પ્રોજેક્ટને ‘મિસિંગ લિન્ક’ કહેવામાં આવે છે, પરંતુ એને ‘મિસિંગ લિન્ક’ નહીં પણ ‘કનેક્ટિંગ લિન્ક’ કહેવું સારું ગણાશે. અમે એને શું નામ આપવું એ નક્કી કરવાના છીએ. આ ફક્ત મજૂરોના શ્રમને કારણે શક્ય બન્યું છે. આજે કામગાર દિવસે અમે તેમનો આભાર માનીએ છીએ. આ મિસિંગ લિન્ક પ્રોજેક્ટ આજે તેમના શ્રમને કારણે પૂરો થયો છે.’




ગઈ કાલે ખાલાપુરમાં ખોપોલી એક્ઝિટ પાસે મિસિંગ લિન્કનું રિબન કાપીને ઉદ‍્ઘાટન કરતાં દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને સુનેત્રા પવાર (તસવીર : સતેજ શિંદ)

શુક્રવારે ૧ મેએ મહારાષ્ટ્ર દિનની રજા, પછી શનિવાર અને રવિવાર એમ એકસાથે ત્રણ રજા આવતાં અનેક લોકોએ પરિવાર સાથે ગરમીથી રાહત મેળવવા લોનાવલા-પુણે જવાના પ્લાન બનાવ્યા હતા એથી ગઈ કાલે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જૅમ થયો હતો એમાં પાછું આ ઉદ્ઘાટનને લીધે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરનાં વાહનોને કલાકો સુધી રોકી રાખવામાં આવતાં મોટરિસ્ટો ગુસ્સે ભરાયા હતા. કેટલાકે તો એમ કહ્યું હતું કે ઉદ્ઘાટન કરવું હોય તો કરો, એની ના નથી, પણ અમારે માટે એક લેન તો ખુલ્લી રાખો જેથી અમે આગળ નીકળી શકીએ. એટલું જ નહીં, સંસદસભ્ય સુપ્રિયા સુળે પણ આ ટ્રાફિક જૅમમાં અટવાયાં હતાં. તેમણે પોતાના સ્પૉટ પરથી જ અન્ય મોટરિસ્ટો સાથે વાતચીત કરીને સોશ્યલ મીડિયા પર વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં લોકોએ કહ્યું હતું કે તેઓ સવારે ૭ વાગ્યે અંધેરીથી કે થાણેથી પુણે જવા માટે નીકળ્યા હતા, પણ બે કલાક કરતાં વધુ સમયથી ટ્રાફિક જૅમમાં ફસાયા છે. જોકે દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જૅમ બદલ જનતાની માફી માગી લીધી હતી.


બીજા મોટરિસ્ટો સાથે ટ્રાફિકમાં અટવાયેલાં સુપ્રિયા સુળે

આજે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઘણા લોકો ટ્રાફિક જૅમમાં ફસાઈ ગયા હતા, તેમને તકલીફ સહન કરવી પડી એથી હું તેમની માફી માગું છું એમ કહીને મુખ્ય પ્રધાને મોટરિસ્ટોની માફી માગી હતી. એ પછી સુપ્રિયા સુળેના વિડિયો બદલ કહ્યું હતું કે ‘સુપ્રિયાતાઈ, આજે તમે છેલ્લી વાર ટ્રાફિકમાં ફસાયાં છો. હવે તમે પુણે જતી વખતે ક્યારેય ટ્રાફિકમાં ફસાશો નહીં. તમારી સરકારે જે કામ અટકાવ્યું હતું એ અમારી સરકારે પૂરું કર્યું છે.’ 

મિસિંગ લિન્ક ટનલે બનાવ્યો વર્લ્ડ-રેકૉર્ડ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવારે મુંબઈ-પુણે મિસિંગ લિન્ક ટનલ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સનું પ્રમાણપત્ર સ્વીકાર્યું હતું, જે હવે ૨૨.૩૩ મીટરની પહોળાઈ સાથે વિશ્વની સૌથી પહોળી ટનલ છે. 

એક બ્રિજમાં ૭ દેશની સામેલગીરી

મિસિંગ લિન્કનો ભવ્ય નઝારો

મિસિંગ લિન્કનો કેબલ-સ્ટેય્ડ બ્રિજ આંતરરાષ્ટ્રીય એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો છે એમ જણાવીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટમાં કુલ ૭ દેશ સામેલ હતા. પુલની ડિઝાઇન કૅનેડામાં તૈયાર કરવામાં આવી હતી, જ્યારે કેટલાંક મહત્ત્વપૂર્ણ પરીક્ષણો ડેન્માર્કમાં કરવામાં આવ્યાં હતાં. કેબલનું ઉત્પાદન મલેશિયામાં કરવામાં આવ્યું હતું, ફાયર-સેફ્ટી પરીક્ષણો સ્પેનમાં કરવામાં આવ્યાં હતાં, પુલ તાઇવાનમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને સિંગાપોરના કેબલ-નિષ્ણાતોએ ભાગ લીધો હતો.’

૨૪ કલાક CCTV મૉનિટરિંગ અને સેફ્ટીને પ્રાથમિકતા

પુલની સલામતી માટે અત્યાધુનિક પગલાં લેવામાં આવ્યાં છે. ૨૪ કલાક ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા દ્વારા મૉનિટરિંગ અને ટનલમાં ખાસ વેન્ટિલેશન સિસ્ટમને કારણે મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી છે એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘લેનમાં શિસ્ત પાળવી ફરજિયાત છે અને જો નિયમોનું ઉલ્લંઘન થશે તો ચલાન ઇશ્યુ કરવામાં આવશે. કોરોના સમયગાળા દરમ્યાન પ્રોજેક્ટને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકાર અને વિદેશી સલાહકારો બન્નેએ વિવિધ અવરોધોનો સામનો કરવો પડ્યો, પરંતુ તમામ મુશ્કેલીઓ દૂર કરીને આ પ્રોજેક્ટ પૂરો થયો. આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગ અને મૅનેજમેન્ટનું એક મૉડલ બનશે.’

મિસિંગ લિન્ક પર દેવેન્દ્ર ફડણવીસે કોની નવીનક્કોર હાઈ-એન્ડ મર્સિડીઝ ચલાવી?

મુંબઈ-પુણે એક્સપ્રેસવે મિસિંગ લિન્કના ગઈ કાલે ઉદ્ઘાટન-પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ચલાવેલી બ્રૅન્ડ ન્યુ મર્સિડીઝ બેન્ઝ જી-ક્લાસનું રજિસ્ટ્રેશન એક દિવસ પહેલાં જ કરવામાં આવ્યું હતું. ડાર્ક બ્લુ કલરની આ અલ્ટ્રા-લક્ઝરી સ્પોર્ટ્‍સ યુટિલિટી વ્હીકલ (SUV)નું આ હાઈ પર્ફોર્મન્સ AMG G 63 વેરિઅન્ટ છે જેની મજા દેવેન્દ્ર ફડણવીસે ડ્રાઇવ કરીને માણી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ મર્સિડીઝનું SUV પિંપરી-ચિંચવડની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) ખાતે નોંધણી-નંબર MH14ND1212 હેઠળ સત્તાવાર રીતે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. સત્તાવાર રેકૉર્ડ અનુસાર આ SUV અમદાવાદસ્થિત ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટ કંપની ભંડેરી કૉર્પોરેશન લિમિટેડની માલિકીની છે.’

આ SUV ૨૦૨૬ની ૩૦ એપ્રિલે ખરીદવામાં આવી હતી અને ત્યારે જ એનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.  

ટ્રાફિક જૅમ પાછળનાં કારણો

ટ્રાફિક જૅમને લીધે સંખ્યાબંધ ગાડીઓ એક જ જગ્યાએ ઘણો વખત એન્જિન ચાલુ રાખીને ઊભી રહી ગઈ હોવાથી ગરમ થઈને બંધ પડી ગઈ હતી

પાંચ કલાક સુધી મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જૅમ થવા માટે એકથી વધુ કારણો જવાબદાર હતાં. લૉન્ગ વીક-એન્ડને કારણે વ્હીકલ્સનો વધુપડતો ધસારો, ઉદ્ઘાટનને કારણે VIP-મૂવમેન્ટ, ઘાટના સાંકડા રસ્તા ઉપરાંત અમુક ડ્રાઇવરો લેન-કટિંગ કરીને આગળ વધવાનો પ્રયાસ કરતા હતા એને કારણે ટ્રાફિક જૅમ થયો હતો.

કયાં-કયાં ટ્રાફિક જૅમ થયો

કલાકો સુધી મોટરિસ્ટોએ ટ્રાફિક જૅમમાં અટવાઈને હાલાકી ભોગવવી પડી હતી

ખેડ-શિવાપુર ટોલ-પ્લાઝા, કર્જતની નવી ટનલ પાસે, લોનવલા ઘાટ ખંડાલા ટનલ, અમૃતાંજન બ્રિજથી ખાલાપુર ટોલનાકા

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 10:34 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK