આદિત્ય ઠાકરેની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, ભાજપના ધારાસભ્ય અમિત સાટમે જણાવ્યું હતું કે અંધેરી સબવેનો મુદ્દો હિન્દમાતા અને મિલાન સબવે કરતા અલગ છે અને તેના કરતા પણ વધુ ગંભીર છે. તેમના મતે, અંધેરી સબવેમાં મોટા પ્રમાણમાં પાણી ભેગું થાય છે.
અંધેરી સબવે ફાઇલ તસવીર
મુંબઈમાં ૩ જૂનના રોજ થયેલા હળવા વરસાદ પછી અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયું હોવાના અહેવાલ બાદ રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. ચોમાસા પહેલા વરસાદને લીધે જ ટ્રાફિક ખોરવાઈ જતાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના નેતા આદિત્ય ઠાકરે અને ભાજપના ધારાસભ્ય અમિત સાટમ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. આદિત્ય ઠાકરેએ તેમની સરકાર દરમિયાન હિન્દમાતા-ગાંધી માર્કેટ અને મિલાન સબવેમાં વરસાદનું પાણી સ્ટોર કરવા બનાવવામાં આવેલા ટૅન્ક સફળતા બતાવવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર વાત કરી. તેમણે દાવો કર્યો કે તેમની સરકારના કાર્યકાળ દરમિયાન અમલમાં મુકાયેલા ‘સ્પોન્જ સિટી’ મૉડેલને કારણે આ વિસ્તારોમાં પાણી ભરાતું નથી. વધુમાં, તેમણે ભાજપની આગેવાની હેઠળના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પર સમાન પ્રોજેક્ટ્સને આગળ વધારવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો.
અમિત સાટમે આપ્યો જવાબ
ADVERTISEMENT
આદિત્ય ઠાકરેની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, ભાજપના ધારાસભ્ય અમિત સાટમે જણાવ્યું હતું કે અંધેરી સબવેનો મુદ્દો હિન્દમાતા અને મિલાન સબવે કરતા અલગ છે અને તેના કરતા પણ વધુ ગંભીર છે. તેમના મતે, અંધેરી સબવેમાં મોટા પ્રમાણમાં પાણી ભેગું થાય છે, જેના કારણે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જાય છે. સાટમે ભારપૂર્વક જણાવ્યું હતું કે અંધેરી સબવેની તુલના હિન્દમાતા કે મિલન સબવે સાથે કરી શકાય નહીં. તેમણે ટિપ્પણી કરી હતી કે, "ફક્ત આ ટૅન્ક રાખવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં." તેમણે નોંધ્યું હતું કે BMC એ આશરે રૂ. 500 કરોડની યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ત્રણ હૉલ્ડિંગ ટૅન્ક અને ભરવાડવાડી કલ્વર્ટ તરફ પાણી પહોંચાડવા માટે ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવશે. જોકે, તેમણે દાવો કર્યો હતો કે આ યોજનાથી પણ પાણી ભરાવાની સમસ્યામાં માત્ર 50 ટકાનો ઘટાડો થશે.
`સ્પોન્જ સિટી` મોડેલ પર ટિપ્પણીઓ
View this post on Instagram
અમિત સાટમે આદિત્ય ઠાકરેના ‘સ્પોન્જ સિટી’ મોડેલ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, "તમે ખરેખર નાગરિકોના પૈસા શોષીને મુંબઈને `સ્પોન્જ સિટી` બનાવ્યું." સાટમે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે 1997 થી 2022 દરમિયાન, જ્યારે શિવસેના મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું નેતૃત્વ સંભાળતી હતી, ત્યારે અંધેરી સબવેમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ કેમ લાગુ કરવામાં આવ્યો ન હતો.
ચોમાસાની તૈયારી પર વિપક્ષના પ્રશ્નો
અંધેરી સબવેમાં પાણી ભરાવાની ઘટના બાદ, વિપક્ષી પક્ષોએ પણ BMCની ચોમાસાની તૈયારીઓ સામે સવાલ કર્યા છે. જોકે, BMCનો દાવો છે કે ચોમાસા પહેલા હાલમાં વિવિધ તૈયારીઓ ચાલી રહી છે, જેમાં ગટરોની સફાઈ, કાદવ કાઢવા, કચરો દૂર કરવા અને રસ્તાઓનું કોંક્રિટીકરણનો સમાવેશ થાય છે. આ ખાતરીઓ છતાં, અંધેરી સબવેમાં પાણી ભરાવાની ઘટનાએ મુંબઈમાં વરસાદની ઋતુ દરમિયાન માળખાગત સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમની સ્થિતિ અંગે એક નવી રાજકીય ચર્ચા જગાવી છે.
