Mumbai Weather: વેધર રિપોર્ટ આપતાં ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જણાવ્યું હતું કે આંશિક રીતે શહેરમાં વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે.
પ્રતીકાત્મક તસવીર
Mumbai Weather: વાત કરીએ મુંબઈના આજના હવામાન વિશે. આમ તો આજે સવારે જ્યારે મુંબઈગર ઊઠ્યા ત્યારે આભ ચોખ્ખું જોવા મળ્યું હતું. થોડીક સૂકી અને થોડીક ભેજવાળી એમ મિક્સ આબોહવા મુંબઈમાં જોવા મળી રહી છે. વેધર રિપોર્ટ આપતાં ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જણાવ્યું હતું કે આંશિક રીતે શહેરમાં વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. જેમાં શહેર અને ઉપનગરોના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને તોફાની પવન સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કુલાબામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં લગભગ 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ હતું. આ સાથે જ હવામાનમાં ભેજનું પ્રમાણ 86 ટકા નોંધાયું હતું. સાંતાક્રુઝની વેધશાળાએ આપેલ વેધર રિપોર્ટ (Mumbai Weather) અનુસાર મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વિસ્તારમાં ભેજનું સ્તર 76 ટકા નોંધાયું હતું.
મુંબઈમાં હવાની ગુણવત્તા કેવી છે?
ADVERTISEMENT
તાજતેરમાં જ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સમીર એપ્લિકેશન (Mumbai Weather) દ્વારા મુંબઇ હવામાનની ગુણવત્તા અંગે રિપોર્ટ આપવામાં આવ્યો હતો જેમાં હવાની ગુણવત્તાનો આંક 116 એવો બતાવાયો હતો. આ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સૂચવે છે કે મુંબઈની હવા નબળી કક્ષામાં છે. સમીર એપ ડેશબોર્ડ અનુસાર સમગ્ર મુંબઈમાં ઘણા વિસ્તારોમાં મધ્યમ શ્રેણીનો AQI આંક જોવા મળ્યો હતો. કુલાબા, વર્લી, બોરીવલી, ભાંડુપ અને વિલે પાર્લેમાં અનુક્રમે 95, 81, 68, 54 અને 100 AQI જોવા મળ્યો હતો જે હવાની ગુણવત્તા પ્રમાણમાં સારી હોવાનું સૂચવે છે.
આ દરમિયાન પવઈ, મલાડ, અંધેરી અને ભાયખલામાં આ જ એક્યુઆઈ અનુક્રમે 117, 119, 131 અને 120 નોંધાયો હતો જે હવાની ક્વોલીટી `મધ્યમ` હોવાનું સૂચવે છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં હવાની ગુણવત્તા પણ `નબળી` નોંધાઇ છે કારણ કે તેનો એક્યુઆઈ 206 આવ્યો છે. આ સાથે જ સમીર એપના ડેટા અનુસાર નવી મુંબઈમાં એક્યુઆઈ 102 આવ્યો હોઈ ત્યાની હવાની ગુણવત્તા `મધ્યમ` શ્રેણીમાં ગણાઈ છે, જ્યારે થાણેમાં એક્યુઆઈ 97 સાથે હવાની ગુણવત્તા (Mumbai Weather) સારી નોંધાઈ છે.
એર ક્વોલિટી ઈન્ડેક્સના આંક પરથી આ રીતે હવાની ગુણવત્તા નક્કી થાય છે
તમને જણાવી દઈએ કે એર ક્વોલિટી ઈન્ડેક્સનો આંક જો 0થી 100 હોય તો તે હવાની ગુણવત્તા સારી હોવાનું સૂચવે છે. જો તે 100થી 200 હોય તો `મધ્યમ`, 200થી 300 હોય તો `ખરાબ`, 300થી 400 હોય તો `ખૂબ જ ખરાબ` અને 400થી 500 હોય તો ગંભીર ગણવામાં આવે છે. આજે સવારે દિલ્હી અને આસપાસમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) આંક ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) II ધોરણો પ્રમાણે ખૂબ જ નબળો (Mumbai Weather) હોવાનું જણાયું છે.

