Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈની ટ્રાફિક-પોલીસનો મૉડિફાઇડ મોટરસાઇકલ સાઇલેન્સરો સામે સપાટો

નવી મુંબઈની ટ્રાફિક-પોલીસનો મૉડિફાઇડ મોટરસાઇકલ સાઇલેન્સરો સામે સપાટો

Published : 15 October, 2026 09:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૯૩ સાઇલેન્સર્સનો નાશ કર્યા બાદ ૨૦ ઑક્ટોબરે કલંબોલી અને પનવેલમાં વધુ ૪૫૦ સાઇલેન્સર્સ કચડી નાખવામાં આ‌‍વશે

નવી મુંબઈની ટ્રાફિક-પોલીસે જપ્ત કરાયેલાં મૉડિફાઇડ સાઇલેન્સર રોડરોલર નીચે કચડી નાખ્યાં હતાં. તસવીર: અભિતાષ સિંહ

નવી મુંબઈની ટ્રાફિક-પોલીસે જપ્ત કરાયેલાં મૉડિફાઇડ સાઇલેન્સર રોડરોલર નીચે કચડી નાખ્યાં હતાં. તસવીર: અભિતાષ સિંહ

નવી મુંબઈની ટ્રાફિક-પોલીસે કાન ફાડી નાખે એવો અવાજ કરતાં મૉડિફાઇડ મોટરસાઇકલ સાઇલેન્સર્સ સામે મોટો સપાટો બોલાવ્યો છે. સીવુડ્સ ટ્રાફિક-પોલીસ યુનિટ દ્વારા તાજેતરમાં જપ્ત કરાયેલાં ૯૩ સાઇલેન્સર્સનો નાશ કરવામાં આવ્યા બાદ હવે પોલીસ ૨૦ ઑક્ટોબરે કલંબોલી અને પનવેલ ખાતે આશરે ૪૫૦ જેટલાં વધારાનાં ગેરકાયદે સાઇલેન્સર્સ રોડરોલર ફેરવીને કચડી નાખવાનું આયોજન કરી રહી છે.

આ ઉપરાંત પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ ઝુંબેશ માત્ર બાઇકચાલકો પૂરતી સીમિત નહીં રહે. આવાં ગેરકાયદે એક્ઝૉસ્ટ અને સાઇલેન્સર્સ સપ્લાય કરનારા તેમ જ વાહનોમાં ફિટ કરી આપનારા મેકૅનિક્સ અને વર્કશૉપ્સ સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે જેથી આ દૂષણને મૂળમાંથી જ ડામી શકાય.

રાવણદહનના દિવસે જ પોલીસ કરશે મૉડિફાઇડ સાઇલેન્સર્સનો નાશ 

નવી મુંબઈના ટ્રાફિક-પોલીસના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) ડૉક્ટર રાહુલ ખાડેએ કહ્યું હતું કે ‘જે દિવસે રાવણદહન કરવામાં આવે છે એ જ દિવસે અમે આ મૉડિફાઇડ સાઇલેન્સર્સનો પણ નાશ કરીશું. કેટલાંક મૉડિફાઇડ સાઇલેન્સર્સની કિંમત એક લાખથી ત્રણ લાખ રૂપિયા જેટલી હોય છે. જોકે કિંમત કરતાં પણ વધુ ચિંતાનો વિષય એનાથી થતો ત્રાસ છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ મોટો અવાજ સહન કરી શકતા નથી. સિનિયર સિટિઝન્સ, નવજાત શિશુઓ અને વિવિધ બીમારીઓથી પીડાતા દરદીઓને આવા કર્કશ અવાજથી ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને હૉસ્પિટલ્સની બહાર જ્યારે બાઇકચાલકો આ પ્રકારનો ઘોંઘાટ કરે છે ત્યારે સ્થિતિ વધુ ગંભીર બને છે, જ્યાં દરદીઓને શાંતિ અને આરામની સૌથી વધુ જરૂર હોય છે.’

- અભિતાષ સિંહ

Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK