Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: થાણેના તળાવમાં ડૂબી જવાથી ૧૦ વર્ષના છોકરાનું મોત

ન્યૂઝ શોર્ટમાં: થાણેના તળાવમાં ડૂબી જવાથી ૧૦ વર્ષના છોકરાનું મોત

Published : 03 April, 2026 10:05 AM | Modified : 03 April, 2026 11:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેના કાસારવડવલી પોલીસ-સ્ટેશનની હદમાં આવેલા મોગરાપાડામાં ૧૦ વર્ષના એક છોકરાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણેના કાસારવડવલી પોલીસ-સ્ટેશનની હદમાં આવેલા મોગરાપાડામાં ૧૦ વર્ષના એક છોકરાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું. એ છોકરો તેના મિત્રો સાથે તળાવમાં નાહવા પડ્યો હતો, પણ ઊંડાઈનો અંદાજ ન આવતાં ડૂબી ગયો હતો. તેના મિત્રોએ આ બાબતે બૂમાબૂમ મચાવતાં પોલીસ અને ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. તેઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. ત્યાર બાદ છોકરાનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કાસારવડવલી પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રજિસ્ટર કરીને વધુ કાર્યવાહી કરી હતી. 

કાંદિવલીમાં આવતી કાલે બ્રાહ્મણ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ



કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં આવતી કાલે બ્રાહ્મણ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એમાં શ્રી ઔદીચ્ય બસિયા બ્રાહ્મણ, શ્રી ઔદીચ્ય સાઠા બ્રાહ્મણ, શ્રી ભટ્ટ મેવાડા બ્રાહ્મણ, શ્રી સિમ્બર ઔદીચ્ય બ્રાહ્મણ, ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ બ્રાહ્મણ મુડેટી પંચ, શ્રી ઔદીચ્ય સાઠા યુવક, શ્રી ઔદીચ્ય ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ અને શ્રી ઔદીચ્ય છોત્તેર બ્રાહ્મણ મળીને કુલ ૮ ટીમ ભાગ લઈ રહી છે. આ ૮ ટીમોને ચાર-ચારનાં બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને દરેક ટીમ ત્રણ-ત્રણ લીગ મૅચ રમશે. લીગ રાઉન્ડના અંતે બન્ને ગ્રુપની ટૉપની બે ટીમો સેમી-ફાઇનલમાં પ્રવેશશે. લીગ રાઉન્ડ પાંચ-પાંચ ઓવરની હશે અને સેમી-ફાઇનલ અને ફાઇનલ મૅચમાં સમયની અનુકૂળતા પ્રમાણે ઓવર્સ નક્કી કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં ગયા વર્ષે શ્રી સિમ્બર ઔદીચ્ય બ્રાહ્મણ સમાજની ટીમ ચૅમ્પિયન બની હતી. 


વસઈમાં રિક્ષા-ડ્રાઇવરની બેરહેમીનો ભોગ બનેલો ૪ વર્ષનો છોકરો હવે આઉટ ઑફ ડેન્જર

વસઈમાં પિતા સાથે થયેલા વિવાદનો બદલો તેના ૪ વર્ષના બાળક સાથે લેનારા રિક્ષાડ્રાઇવરને આવતી કાલ સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે. રિક્ષા-ડ્રાઇવર સંદીપ પવારે ઝઘડો થયા બાદ તેના જ બિલ્ડિંગમાં રહેતા અતુલ કોંડારેના ૪ વર્ષના દીકરા વિઘ્નેશને બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં પગથી ઉપાડીને જમીન પર પટક્યો હતો જેને કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. તેને મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હવે વિઘ્નેશની હાલત ખતરાથી બહાર છે અને તે હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે એમ પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
વસઈ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ‘કેસના આરોપી સંદીપ પવારને ગુરુવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની પોલીસ-કસ્ટડી ૪ એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી. છોકરો હવે હૉસ્પિટલમાં સ્વસ્થ થઈ રહ્યો છે અને ખતરાની બહાર છે.’


અમેરિકાના કરોડો રૂપિયાના F-15 જેટને ચકમો આપીને ઈરાનના શાહેદ ડ્રોને મચાવી તબાહી

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં US F-15 ફાઇટર જેટ ઇરાકી ઍરસ્પેસમાં ઈરાની શાહેદ-136 ડ્રોનને રોકવામાં નિષ્ફળ ગયેલું જોવા મળે છે. ૧૮ લાખનું ડ્રોન અમેરિકાના ૯.૩ કરોડ રૂપિયાના ફાઇટર જેટને ચકમો આપીને ઇરાકમાં પડ્યું હતું અને અહીં ભારે તબાહી મચાવી હતી. 

ઈરાન સિવિલિયન સાઇટ્સમાં મિસાઇલોનો ખજાનો રાખે છે

IRGCના એક લીક થયેલા વિડિયો પરથી ખબર પડે છે કે ઈરાને મિસાઇલોના ખજાનાને બચાવવા માટે સિવિલિયન સાઇટ્સનો ઉપયોગ કર્યો છે. ઈરાને પોતાનો મિસાઇલોનો જથ્થો દુશ્મનની નજરે ન ચડે એ માટે સિવિલિયન કવર યુઝ કર્યું છે. ૩૩ પાનાંના કૉન્ફિડેન્શયલ ડૉક્યુમેન્ટમાં મિસાઇલ ડિપ્લૉયમેન્ટના રૂલ્સ, મોબાઇલ લૉન્ચ સિસ્ટમ અને પહેલેથી પસંદ કરેલી સાઇટ્સના નેટવર્કની વિગતો છે. મિસાઇલો વેરહાઉસ, સ્પોર્ટ્સ સેન્ટર અને ઇન્ડસ્ટ્રિયલ ફૅસિલિટીમાં છુપાવવામાં આવી છે. આ અપ્રોચ ટ્રેડિશનલ નથી. નાગરિકો માટેની જગ્યામાં મિલિટરીનું 
કૉમ્બિનેશન ક્યારેક ગંભીર ચિંતા પેદા કરનારું છે. 

તેહરાનના ૧૦૦ વર્ષ જૂના મેડિકલ રિસર્ચ સેન્ટર પર હુમલો

ઈરાનના તેહરાન શહેરમાં આવેલી ૧૦૦ વર્ષ જૂની મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પર ઇઝરાયલે હુમલો કર્યો હતો. આ વાતની પુષ્ટિ કરતાં ઈરાનના સ્વાસ્થ્ય-મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘આ માત્ર કોઈ બિલ્ડિંગ પર હુમલો નથી, પૂરી દુનિયાની સ્વાસ્થ્ય-સુરક્ષા પર સીધો ખતરો છે. આ ઇન્સ્ટિટ્યૂટ એક સદી જૂની અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાર્યરત સંસ્થા છે. એના પર હુમલો કરવો એ વૈશ્વિક સ્વાસ્થ્ય-વ્યવસ્થાને નુકસાન પહોંચાડવા બરાબર છે.’

બોલો, ૨૫૦ વર્ષનો ઇતિહાસ ધરાવનારા ૬૦૦૦ વર્ષથી વધુ જૂની સભ્યતાને ધમકી આપી રહ્યા છે: ઈરાન

ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને પાષાણયુગમાં ધકેલવાની ધમકી આપી એના જવાબમાં ઈરાનના ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)ના કમાન્ડરે જબરદસ્ત પલટવાર કર્યો હતો. IRGCના ઍરોસ્પેસ ફોર્સની કમાન સંભાળતા બ્રિગેડિયર જનરલ સૈયદ માસિજ મુસાવીએ સોશ્યલ મીડિયા પર લખ્યું કહ્યું હતું કે ‘હૉલીવુડની ફિલ્મોને કારણે તમારા દિમાગમાં ઝેર ભરાઈ ગયું છે. અને જુઓ તો ખરા આ ધમકી કયો દેશ આપી રહ્યો છે? જે ખુદ ૨૫૦ વર્ષ જૂનો છે, જ્યારે અમારી સભ્યતા ૬૦૦૦થી વધુ વર્ષ જૂની છે.’ બ્રિગેડિયર જનરલ સૈયદ મુસાવીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘એ ઈરાન નથી, તમે જ છો જે પોતાના સૈનિકોને તેમની કબર સુધી લઈ જઈ રહ્યા છો.’

જો ઈરાનની ધરતી પર પગ મૂક્યો છે તો એકેયને જીવતા પાછા નહીં જવા દઈએ: ઈરાન

ડોનલ્ડ ટ્રમ્પે બે-ત્રણ વીકમાં ભારે વિકરાળ હુમલો કરવાની વાત પણ ગઈ કાલના તેમના સંબંધોનમાં કરી હતી. આ મામલે ઈરાનના સેનાપ્રમુખ મેજર જનરલ અમીર હાતામીએ કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘જો દુશ્મન જમીન પર હુમલો કરશે તો એક પણ  દુશ્મન જીવતો પાછો નહીં જઈ શકે. અમે દુશ્મનોનો પીછો ત્યાં સુધી નહીં છોડીએ જ્યાં સુધી નિશ્ચિત લક્ષ્ય હાંસલ નહીં કરી લઈએ. ઇસ્લામી ઈરાનની રણનીતિ બિલકુલ સાફ છે. અમારા દેશ પરથી યુદ્ધનો ઓછાયો હટવો જોઈએ અને સુરક્ષા તમામ લોકો માટે સુનિશ્ચિત થવી જોઈએ. એવું બિલકુલ નહીં થઈ શકે કે અમારા પોતાના લોકો જ સુરક્ષિત ન હોય.’

અમેરિકાએ મિડલ ઈસ્ટના સૌથી ઊંચા અને ૩૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઈરાનના બ્રિજને તબાહ કર્યો

ઈરાનની રાજધાની તેહરાન અને પશ્ચિમી શહેર કરાજને જોડતા એક હાઇવે બ્રિજ પર અમેરિકાએ ગુરુવારે હુમલો કર્યો હતો. આ ઈરાનનો સૌથી ઊંચો બ્રિજ છે. ઈરાની ન્યુઝ-એજન્સી ફાર્સના કહેવા મુજબ આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે અને આસપાનના વિસ્તારોને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે. આ પુલ હજી આ જ વર્ષે શરૂ થયો હતો. મિડલ ઈસ્ટનો એ સૌથી ઊંચો પુલ છે જે ૧૦૫૦ મીટર લાંબા અને ૧૩૬ મીટર ઊંચા પિલર પર બન્યો હતો. એ ૪૦૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૩૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બન્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2026 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK