Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિસર્જનના દિવસોએ થાણે પાસેના બધા હાઇવે પર ભારે વાહનોને નો એન્ટ્રી

વિસર્જનના દિવસોએ થાણે પાસેના બધા હાઇવે પર ભારે વાહનોને નો એન્ટ્રી

Published : 10 September, 2026 08:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગણેશોત્સવ દરમ્યાન થાણે ટ્રાફિક-વિભાગ દ્વારા થાણે અને આસપાસમાંથી પસાર થતા ૩ નૅશનલ હાઇવે અને એક સ્ટેટ હાઇવે પર ૧૫, ૧૮, ૧૯, ૨૦ અને પચીસ સપ્ટેમ્બરે ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગણેશોત્સવ દરમ્યાન થાણે ટ્રાફિક-વિભાગ દ્વારા થાણે અને આસપાસમાંથી પસાર થતા ૩ નૅશનલ હાઇવે અને એક સ્ટેટ હાઇવે પર ૧૫, ૧૮, ૧૯, ૨૦ અને પચીસ સપ્ટેમ્બરે ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દર વર્ષે વિસર્જન-સરઘસો અને ભારે વાહનોની અવરજવરને કારણે થતા ભારે ટ્રાફિક જૅમને લીધે સામાન્ય નાગરિકો તેમ જ ઇમર્જન્સી વાહનોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગયા વર્ષે એક ઍમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જવાની ઘટના બ‌ની હતી. આ બાબતને ગંભીરતાથી લઈને અલર્ટ થયેલા ટ્રાફિક-વિભાગે અને થાણેના પોલીસ-કમિશનર આશુતોષ ડુંબરેએ સુચારુ વાહનવ્યવહાર માટે ૨૦૨૫ની પહેલી ઑક્ટોબરના જૂના નોટિફિકેશનમાં સુધારો કરતું નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ આદેશ મુજબ થાણે પોલીસ કમિશનરેટના તમામ આંતરિક અને મુખ્ય માર્ગો પર ચોક્કસ સમયગાળા માટે ભારે માલવાહક વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેથી વિસર્જન દરમ્યાન શ્રદ્ધાળુઓ અને નાગરિકોને કોઈ તકલીફ ન પડે.

નવા જાહેર કરાયેલા નિયમો અનુસાર વિસર્જનના મુખ્ય દિવસો એટલે કે ૧૫, ૧૮, ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરે રાત્રે એક વાગ્યાથી લઈને વિસર્જન-સરઘસ પૂરું થાય ત્યાં સુધી ભારે વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. વધુમાં ૨૪ સપ્ટેમ્બરે રાત્રે એક વાગ્યાથી ૨૬ સપ્ટેમ્બરે સવારે ૧૨ વાગ્યા સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. જોકે ઉત્સવના બાકીના દિવસો દરમ્યાન એટલે કે વિસર્જન સિવાયના દિવસો દરમ્યાન ટ્રાફિક હળવો રહે એ માટે રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી જ ભારે વાહનોને અવરજવર કરવાની છૂટ આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK