આ ઘટનામાં સમીર શેખ ઘાયલ થયો છે અને હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રતીકાત્મક તસવીર
ભાયખલા વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ કુખ્યાત ગૅન્ગસ્ટર આસિફ દાઢીના ૩૮ વર્ષના પુત્ર સમીર શેખ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં સમીર શેખ ઘાયલ થયો છે અને હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના ડૉક્યાર્ડ રોડ પાસે સાંજે અંદાજે ૬.૧૫ વાગ્યે બની હતી. હુમલાખોરે સમીર શેખને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી તેના પગમાં વાગી હતી. હુમલો કર્યા બાદ હુમલાખોર તાત્કાલિક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
સમીરના પિતા આસિફ મોહમ્મદ ઇકબાલ શેખ ઉર્ફે આસિફ દાઢી ભૂતકાળમાં પણ અનેક વાર હુમલાનો શિકાર બની ચૂક્યા છે. પોલીસ આ ઘટનામાં અન્ડરવર્લ્ડ ઍન્ગલથી તપાસ કરી રહી છે. જૂની અદાવત કે ટોળકી વચ્ચેના યુદ્ધને કારણે આ હુમલો થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.
