Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક જ મહિનાના બાળકને ૧.૨૦ લાખમાં વેચીને એ પૈસાથી સ્માર્ટફોન અને સોનું ખરીદ્યાં સગાં મા-બાપે

એક જ મહિનાના બાળકને ૧.૨૦ લાખમાં વેચીને એ પૈસાથી સ્માર્ટફોન અને સોનું ખરીદ્યાં સગાં મા-બાપે

Published : 30 September, 2026 07:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘટનાની જાણ થયા પછી પોલીસે ઝડપી તપાસ ચલાવીને ૪૮ કલાકમાં એ બાળકને બચાવ્યું ત્યાં સુધીમાં એ ૪ વાર વેચાઈ ચૂક્યું હતું અને છત્રપતિ સંભાજીનગરથી નાંદેડ થઈને તેલંગણ પહોંચી ગયું હતું

બાળકને બચાવનાર પોલીસની ટીમ.

બાળકને બચાવનાર પોલીસની ટીમ.


છત્રપતિ સંભાજીનગરમાં ચોંકાવનારી ઘટના બની છે. એક જ મહિનાના બાળકનો તેનાં સગાં મા-બાપે ૧.૨૦ લાખ રૂપિયામાં સોદો કરી તેને વેચી દીધું હતું. બાળકને વેચીને મળેલા પૈસામાંથી તેમણે બન્નેએ સ્માર્ટફોન ખરીદ્યા હતા એટલું જ નહીં, વધેલા પૈસામાંથી ૬૨,૦૦૦ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું. 
સંભાજીનગરના મુકુંદનગર પોલીસે આપેલી માહિતી મુજબ તેમને આ માહિતી મળતાં જ ઝડપી પગલાં લીધાં હતાં અને ૪૮ કલાકમાં જ એ બાળકને બચાવી લીધું હતું. આ ૪૮ કલાકમાં જ અલગ-અલગ માધ્યમથી તે ચાર વખત વેચાયું હતું. છત્રપતિ સંભાજીનગરમાંથી નાંદેડ માર્ગે તેને ઠેઠ તેલંગણ લઈ જવાયું હતું જેમાં એ બાળકની કિંમત ૨.૭૦થી વધીને ૩.૫૦ લાખ કરી નખાઈ હતી અને એ ભાવે એ આગળ વેચાયું હતું. પોલીસે એક પછી એક કડીઓ ભેગી કરીને આખરે બાળકને હૈદરાબાદથી બચાવી લીધું હતું. પોલીસે બાળક વેચવાના આ ઇન્ટરસ્ટેટ રૅકેટમાં બાળકનાં 
માતા-પિતા સહિત કુલ ૭ જણની આ કેસમાં ધરપકડ કરી છે. હાલ બાળકની સોંપણી બાલ કલ્યાણ સમિતિને કરવામાં આવી છે. હજી કેટલા લોકો આ બાળક વેચવાના રૅકેટમાં સંડાવાયેલા છે એની વધુ તપાસ પોલીસ કરી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK