Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે ઘાટકોપરમાં પર્યુષણ મહાપર્વ ઊજવાશે

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે ઘાટકોપરમાં પર્યુષણ મહાપર્વ ઊજવાશે

Published : 04 September, 2026 09:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે અનોખા કલ્યાણકારી આયોજન સાથે ઘાટકોપરમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ઊજવાશે

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ


જૈન દર્શનમાં જે પર્વનું અનેરું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે એવા ૮ દિવસના તપ, ત્યાગ, સાધના, આરાધના અને પ્રભુભક્તિ દ્વારા આત્મશુદ્ધિ કરવાના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પધારી રહ્યા છે ત્યારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાન્નિધ્યે પારસધામ, ઘાટકોપરના આંગણે ૮થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન આ પર્વલક્ષી અનેકવિધ મહામંગલકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

૮ દિવસના પર્વાધિરાજ પર્વ અંતર્ગત દરરોજ સવારે ૭ વાગ્યે ધ્યાનસાધના, ૯ વાગ્યે પ્રવચન, ૧૦ વાગ્યે વિવિધ તપસ્યા પ્રત્યાખ્યાન, ૧૦.૧૫ વાગ્યે પ્રેરણાત્મક નાટિકાઓ, ૧૧ વાગ્યે માંગલિક, સાંજના સમયે ૬:૩૦ વાગ્યે પ્રતિક્રમણની આરાધના, ૭ વાગ્યે લોકપ્રિય ગાયક કલાકારોના કંઠે ભક્તિ-સ્તવના, ૮:૪૫થી ૧૦ વાગ્યા દરમ્યાન રાત્રિ પ્રવચન યોજાશે.



પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના તમામ કાર્યક્રમો આરાધ્ય ભક્તિ પાર્ક, ઘાટકોપર ખાતે યોજાશે. સમગ્ર ચાતુર્માસના લાભાર્થી ધર્મવત્સલા માનસીબેન પરાગભાઈ શાહ પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી ભાવિકોને આ પાવન મહાપર્વના વિવિધ કાર્યક્રમોમાં પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK