Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચાલુ ટ્રેને મુસાફરની તબિયત લથડી: ઐરોલી રેલવે-સ્ટેશન પર મેડિકલ સુવિધાના અભાવે મુસાફરનું મૃત્યુ

ચાલુ ટ્રેને મુસાફરની તબિયત લથડી: ઐરોલી રેલવે-સ્ટેશન પર મેડિકલ સુવિધાના અભાવે મુસાફરનું મૃત્યુ

Published : 18 November, 2026 08:30 AM | IST | Navi Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બનાવ બાદ તેમનો મૃતદેહ વધુ તપાસ માટે થાણે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કૈલાશ ખૈરમોડેની ડેડ-બૉડી રેલવે-સ્ટેશન પર.

કૈલાશ ખૈરમોડેની ડેડ-બૉડી રેલવે-સ્ટેશન પર.


મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ઐરોલી રેલવે-સ્ટેશન પર એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં મેડિકલ સુવિધાઓના અભાવે અને સમયસર સારવાર ન મળવાને કારણે ૭૧ વર્ષના કૈલાશ ખૈરમોડે મુસાફરનું સોમવારે મૃત્યુ થયું હતું. ઘણસોલીના રહેવાસી કૈલાશ ખૈરમોડે સોમવારે બપોરે એક કાર્યક્રમમાંથી પોતાના ઘરે પર ફરી રહ્યા હતા ત્યારે થાણેથી ટ્રેન ઊપડ્યા બાદ દિઘા ગામ નજીક પહોંચતાં અચાનક તેમની તબિયત લથડી હતી. ટ્રેન જેવી ઐરોલી સ્ટેશન નજીક પહોંચી કે તરત જ તેઓ બેભાન થઈને સીટ પર જ ઢળી પડ્યા હતા. સાથી મુસાફરોએ તાત્કાલિક ચેઇન ખેંચીને ટ્રેનને ઐરોલી સ્ટેશને રોકી હતી અને તેમને પ્લૅટફૉર્મ પર ઉતારીને કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) આપીને બચાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સ્ટેશન પર કોઈ જ મેડિકલ રૂમ કે કટોકટીની મેડિકલ સહાય ઉપલબ્ધ ન હોવાથી ભારે મુશ્કેલી સર્જાઈ હતી.
સાથી પ્રવાસીએ જણાવ્યું હતું કે ‘સ્ટેશન પર ડૉક્ટર કે ઍમ્બ્યુલન્સ ન હોવાથી તેમણે રેલવે-પોલીસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ-કર્મચારીઓએ મદદ કરવાને બદલે અન્ય અધિકારીઓનો સંપર્ક કરવામાં અને મેમો બુક જેવી પ્રક્રિયાઓમાં કીમતી સમય બગાડ્યો હતો. પરિવારજનો અને સહપ્રવાસીઓના આક્ષેપ મુજબ જો સ્ટેશન પર તાત્કાલિક મેડિકલ સહાય અથવા ઍમ્બ્યુલન્સ મળી હોત તો કૈલાશ ખૈરમોડેનો જીવ બચી શક્યો હોત. છેવટે મુસાફરોની મદદથી તેમને સ્ટેશનની બહાર આવેલા એક ખાનગી ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ બાદ તેમનો મૃતદેહ વધુ તપાસ માટે થાણે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 08:30 AM IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK