Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિવ્યાંગ ટીનેજર પર બળાત્કાર કરનાર ફિઝિયોથેરપિસ્ટની ધરપકડ

દિવ્યાંગ ટીનેજર પર બળાત્કાર કરનાર ફિઝિયોથેરપિસ્ટની ધરપકડ

25 October, 2021 01:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોપીને સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરાતાં તેને સાત દિવસ પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવાયો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાન્તાક્રુઝમાં આવેલા ક્લિનિકમાં ૧૬ વર્ષની દિવ્યાંગ કિશોરી પર બળાત્કાર કરવા બદલ પોલીસે ૪૦ વર્ષના ફિઝિયોથેરપિસ્ટની ધરપકડ કરી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

બોલવાની ખામી તથા અન્ય શારીરિક વિકલાંગતા ધરાવનારી કિશોરી જ્યારે પણ ક્લિનિક પર જતી ત્યારે છેલ્લા એક વર્ષથી ફિઝિયોથેરપિસ્ટ આરોપી તેના પર જાતીય હુમલો કરતો હતો. પોલીસે ગુરુવારે આરોપીને ઝડપી લીધો હતો.



આખરે ગયા મંગળવારે જ્યારે છોકરીએ તેના મોબાઇલ ફોન પરથી તેનાં માતા-પિતાને ટેક્સ્ટ મેસેજ કર્યો અને તેમને ઘટનાની જાણ કરી ત્યારે આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. તેનાં આઘાતમાં સરકી ગયેલાં માતા-પિતાએ ગુરુવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને છોકરીએ પણ પોલીસને ઘટનાની વિગતો આપી હતી.


છોકરીના વાલીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીને તેના ક્લિનિક પરથી ઝડપીને પોક્સો ઍક્ટ તથા આઇપીસીની ૩૭૬ સહિતની વિવિધ કલમો હેઠળ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આરોપીને સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરાતાં તેને સાત દિવસ પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2021 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK