Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રતાપગડ કિલ્લા પર ઊજવાયો ભવ્ય મશાલ મહોત્સવ

પ્રતાપગડ કિલ્લા પર ઊજવાયો ભવ્ય મશાલ મહોત્સવ

Published : 18 October, 2026 04:35 PM | Modified : 18 October, 2026 04:37 PM | IST | Satara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાતારા જિલ્લાનો ઐતિહાસિક પ્રતાપગડ કિલ્લો શુક્રવારે રાતે ૩૬૭ મશાલના પ્રકાશથી ઝળહળી ઊઠ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજના શૌર્યના પ્રતીક સમા આ કિલ્લા પર ૧૭મા મશાલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભવ્ય મશાલ મહોત્સવ

ભવ્ય મશાલ મહોત્સવ


સાતારા જિલ્લાનો ઐતિહાસિક પ્રતાપગડ કિલ્લો શુક્રવારે રાતે ૩૬૭ મશાલના પ્રકાશથી ઝળહળી ઊઠ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજના શૌર્યના પ્રતીક સમા આ કિલ્લા પર ૧૭મા મશાલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતનો મહોત્સવ એ રીતે પણ ખાસ હતો કે પ્રતાપગડ પર આવેલા ભવાની માતાના મંદિરને ૩૫૦ વર્ષ પૂરાં થયાં હતાં. ઢોલ-તાશા અને ભગવા ઝંડા સાથે સેંકડો લોકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો. જોરદાર આતશબાજી પણ કરવામાં આવી હતી. શિવાજી મહારાજના વંશજ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય ઉદયન રાજે ભોસલેએ આ મશાલ મહોત્સવ ચાલુ કરાવ્યો છે. આ મશાલ મહોત્સવ જોવા હજારોની સંખ્યામાં લોકો કિલ્લા પર આવ્યા હતા. રાતના અંધકારમાં મશાલના અજવાળાથી આખો પ્રતપાગડ ઝગમગી ઊઠ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2026 04:37 PM IST | Satara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK