Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > APMCની મસાલા માર્કેટના ગુજરાતી વેપારીની ઑફિસમાંથી ૪૮.૫૭ લાખ રૂપિયાની ચોરી

APMCની મસાલા માર્કેટના ગુજરાતી વેપારીની ઑફિસમાંથી ૪૮.૫૭ લાખ રૂપિયાની ચોરી

Published : 09 April, 2026 08:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટનામાં પોલીસને જાણભેદુની સંડોવણીની શંકા લાગે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની મસાલા માર્કેટમાં મસાલાના ગુજરાતી વેપારીની ઑફિસમાંથી ૪૮,૫૭,૦૫૦ રૂપિયાની રોકડની ચોરી થવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મુલુંડમાં રહેતા અને APMC માર્કેટમાં મસાલાનો વ્યવસાય કરતા ૩૩ વર્ષના વેપારીએ ગઈ કાલે APMC પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી બૅન્ક બંધ હોવાથી વેપારીએ વ્યવસાયમાંથી મળેલા પૈસા પોતાના ગોડાઉનમાં આવેલી અકાઉન્ટ ઑફિસમાં રાખ્યા હતા. મંગળવારે સવારે ગોડાઉન ખોલીને અકાઉન્ટ ઑફિસમાં જતાં તમામ રકમ ચોરી થઈ ગયાની માહિતી મળી હતી. આ કેસમાં સ્થાનિક પોલીસ તેમ જ નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ નજીકના વિસ્તારમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.

APMC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી વેપારીની મસાલા માર્કેટમાં ૪ અલગ-અલગ કંપનીઓ ચાલી રહી છે, જેમાં વિવિધ પ્રકારના મસાલાનું વેચાણ થાય છે અને તમામ કંપનીઓમાં કુલ મળીને ૨૦ જણ કામ કરે છે. શનિવારે અને રવિવારે બૅન્ક બંધ હોવા ઉપરાંત સોમવાર સુધીના છેલ્લા ત્રણથી ૪ દિવસના વ્યવસાયમાં ભેગા થયેલા ૪૮,૫૭,૦૫૦ રૂપિયા ગોડાઉનમાં તૈયાર કરવામાં આવેલી અકાઉન્ટ રૂમમાં રાખવામાં આવ્યા હતા. આ તમામ પૈસા મંગળવારે બૅન્કમાં જમા કરાવવા રાખવામાં આવ્યા હતા. દરમ્યાન મંગળવારે સવારે ગોડાઉન ખોલવામાં આવ્યું ત્યારે અકાઉન્ટ રૂમની અંદર રાખેલી રોકડની ચોરી થઈ હોવાની માહિતી મળી હતી. આ ઘટનાની જાણ થતાં અમને સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ અમે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની પણ અમને શંકા છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK