રાજીનામું આપ્યા પછી રૂપાલી ચાકણકરે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી
રૂપાલી ચાકણકર
ભોંદુબાબા અશોક ખરાત સાથેના ફોટોને કારણે ઇમેજ ખરડાતાં રાજ્ય મહિલા આયોગના ચીફના પદેથી રાજીનામું આપ્યા બાદ હવે રૂપાલી ચાકણકરે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના મહિલા પ્રદેશાધ્યક્ષના પદેથી પણ રાજીનામું આપી દીધું છે. તેમણે તેમનું રાજીનામું પાર્ટી પ્રેસિડન્ટ સુનેત્રા પવારને સોંપ્યું હતું.
રાજીનામું આપ્યા પછી રૂપાલી ચાકણકરે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ‘અશોક ખરાત પ્રકરણમાં પહેલા જ દિવસે મેં સ્પષ્ટતા કરી હતી કે તેમના આર્થિક વ્યવહારો અને તેમનાં ગેરકૃત્યો સાથે મારે દૂરનો પણ સંબંધ નથી અને આજે પણ હું મારા એ સ્ટૅન્ડ પર કાયમ છું. તપાસ દરમ્યાન બધું બહાર આવશે જ. ખોટા, અસત્ય અને કોઈ પણ પુરાવા વગરના આરોપો જે મીડિયામાં થઈ રહ્યા છે એ દુઃખદાયક છે. સત્ય બહાર આવશે જ.’
