Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સલમાનને ટાર્ગેટ કરનારા શૂટરોએ સુરતની તાપી નદીમાં ફેંકેલી પિસ્ટલ મુંબઈ પોલીસે શોધી કાઢી

સલમાનને ટાર્ગેટ કરનારા શૂટરોએ સુરતની તાપી નદીમાં ફેંકેલી પિસ્ટલ મુંબઈ પોલીસે શોધી કાઢી

23 April, 2024 09:01 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ગુજરાત પોલીસની મદદથી તાપી નદીમાં બોટમાં બેસીને શૂટરે જે જગ્યાએ પિસ્ટલ ફેંકી હોવાનું કહ્યું હતું ત્યાં તપાસ કરી હતી.

તાપી નદીના પુલ પરથી જોઈ રહેલા ઇન્સ્પેક્ટર દયા નાયક અને નીચે બોટમાં બેસીને ડાઇવરની મદદથી ગન શોધી રહેલી પોલીસ. આ શોધ વખતે એક આરોપી પણ સાથે હતો.

તાપી નદીના પુલ પરથી જોઈ રહેલા ઇન્સ્પેક્ટર દયા નાયક અને નીચે બોટમાં બેસીને ડાઇવરની મદદથી ગન શોધી રહેલી પોલીસ. આ શોધ વખતે એક આરોપી પણ સાથે હતો.


બૉલીવુડના દબંગ અભિનેતા સલમાન ખાનના બાંદરા-વેસ્ટમાં ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં આવેલા ઘરની બહાર ૧૪ એપ્રિલની સવારે ફાયરિંગ કરવાના આરોપસર લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના બે શૂટર વિક્કી ગુપ્તા અને સાગર પાલની ગુજરાતના કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેમણે મુંબઈથી કચ્છ જતી વખતે સુરતની તાપી નદીમાં ગન ફેંકી હોવાનું કહ્યું હતું. આથી આ મામલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૯ના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર દયા નાયક અને તેમની ટીમ ગઈ કાલે ગન શોધવા માટે એક શૂટર સાથે સવારના ૧૦ વાગ્યે સુરત પહોંચ્યાં હતાં. તાપી નદી પરના રેલવે બ્રિજ પર ક્રાઇમ બ્રાન્ચના ૧૫ અધિકારીઓએ ગુજરાત પોલીસની મદદથી નદીમાં બોટમાં બેસીને ડાઇવરોની મદદથી ગન શોધવાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ગુજરાત પોલીસની મદદથી તાપી નદીમાં બોટમાં બેસીને શૂટરે જે જગ્યાએ પિસ્ટલ ફેંકી હોવાનું કહ્યું હતું ત્યાં તપાસ કરી હતી.

કલાકોની તપાસ બાદ પોલીસના હાથમાં પિસ્ટલ અને કારતૂસ હાથ લાગ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોટે માહિતી આપી હતી કે સલમાન ખાનના ઘરે જે પિસ્ટલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ તાપી નદીમાં ફેંકવામાં આવી હોવાનું આરોપીઓએ કહેતાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીં તપાસ કરવા આવી હતી. ગુજરાત પોલીસની ટીમે પણ તેમની સાથે બ્રિજની ઉપર અને બોટમાં બેસીને નદીની અંદર પિસ્ટલ અને કારતૂસ શોધવામાં મદદ કરી હતી.




Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK