Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંજય રાઉત તિરાડ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ BJP-સેના એકજૂટ છે : પ્રસાદ લાડનો દાવો

સંજય રાઉત તિરાડ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ BJP-સેના એકજૂટ છે : પ્રસાદ લાડનો દાવો

Published : 25 October, 2026 02:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રસાદ લાડે કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસે શનિવારે રામદાસ કદમ સાથે વાત કરી હતી અને તેમને એવી ટિપ્પણીઓ ન કરવાની સલાહ આપી હતી

પ્રસાદ લાડ

પ્રસાદ લાડ


મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિની ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના વચ્ચે મનોજ જરાંગેની ઑડિયો-ક્લિપના વિવાદને કારણે મતભેદો વધ્યા હોવાની ધારણાને BJPના વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડે શનિવારે નકારી કાઢી હતી. પ્રસાદ લાડે ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે આ વિવાદાસ્પદ ઑડિયો-ક્લિપ પ્રકરણમાં શિવસેના (UBT)ના રાજ્યસભા સંસદસભ્ય સંજય રાઉતને મુખ્ય આરોપી અને કાવતરાખોર ગણવા જોઈએ. રામદાસ કદમને આદરણીય વડીલ ગણાવતાં પ્રસાદ લાડે કહ્યું હતું કે ‘સંજય રાઉતે BJP અને શિવસેના વચ્ચે તિરાડ પાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બન્ને પક્ષો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. BJPએ તેમનાં (રામદાસ કદમનાં) નિવેદનોનો જવાબ આપી દીધો છે. શિવસેનાના ઉદય સામંતે પણ પ્રેસ-કૉન્ફરન્સ યોજીને આ મુદ્દો પૂરો થઈ ગયો હોવાનું જાહેર કર્યું છે. ઉદય સામંતે એકનાથ શિંદે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કર્યા બાદ મારી સાથે ફોન પર વાત કરી હતી. જો રામદાસ કદમે આ મામલો પૂરો કરવાનો નિર્ણય લીધો હોય તો BJP પણ એને સમાપ્ત થયેલો જ માનશે.’

દેવેન્દ્ર ફડણવીસે વાત કરી રામદાસ કદમ સાથે
પ્રસાદ લાડે કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસે શનિવારે રામદાસ કદમ સાથે વાત કરી હતી અને તેમને એવી ટિપ્પણીઓ ન કરવાની સલાહ આપી હતી જેનાથી મહાયુતિ ગઠબંધનને નુકસાન થઈ શકે. અમે એકનાથ શિંદેનું સન્માન કરીએ છીએ અને તેમને અમારા મોટા ભાઈ માનીએ છીએ. જો આવું થયું હોય તો અમારા તરફથી પણ આ મામલો પૂરો થઈ ગયો છે અને BJPમાંથી હવે કોઈ પણ વ્યક્તિ આ વિશે વધુ ચર્ચા કરશે નહીં. BJP, શિવસેના, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (આઠવલે) જે તમામ મહાયુતિનો ભાગ છે એ એકજૂટ છે.’ 



હું પણ શોધી રહ્યો છું કે મારા સુધી એ ૫૦૦ કરોડ આવ્યા નથી તો ગયા ક્યાં? તમે પણ શોધો : શ્રીકાંત શિંદે


૫૦૦ કરોડની રકમ બાબતે પત્રકારોએ શ્રીકાંત શિંદેને સીધો સવાલ કર્યો ત્યારે તેમણે હસતાં-હસતાં કહ્યું હતું કે ‘છેલ્લા બે દિવસથી હું પણ એ જ શોધી રહ્યો છું કે એ ૫૦૦ કરોડ ગયા ક્યાં? જેના દ્વારા એ ૫૦૦ કરોડ રૂપિયા મોકલાવ્યા હતા તે હજી પણ મારા સુધી પહોંચ્યો નથી. જરાંગે પાટીલને પણ આ જ સવાલ થયો છે અને મને પણ થયો છે. એને જ હું શોધવા જઈ રહ્યો છું (મજાકમાં લેતા). અમે અહીં એ જ ચર્ચા કરી રહ્યા હતા કે ૫૦૦ કરોડ એકસાથે કેવા દેખાશે? એ માટે કેટલી ગાડીઓ જોઈશે? આ પ્રકરણની સચ્ચાઈ જાણવા માટે મુખ્ય પ્રધાને તપાસનો આદેશ આપ્યો છે. જે હશે એ તપાસમાં બહાર આવશે. મને લાગે છે કે તમે પણ એ જ શોધી રહ્યા છોને કે એ પૈસા ક્યાં ગયા? હું પણ એ જ શોધી રહ્યો છું. બે દિવસથી એ જ કરી રહ્યો હતો. રિસર્ચ, સંશોધન. હવે તમે પણ શોધો. તમને કોઈ માહિતી મળે તો મને આપજો, મને કંઈ મળશે તો હું તમને આપીશ.’


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2026 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK