AB ફૉર્મમાં ડિજિટલ સહી કરી હોવાની શિંદેસેનાએ ફરિયાદ કરી, ઇલેક્શનપંચ તપાસ કરી નિર્ણય લેશે
ઉદ્ધવ ઠાકરે
મલાડમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT)ના મલાડના પાંચ ઉમેદવારોની ઉમેદવારી પર લટકતી તલવાર મુકાઈ છે. શિંદેજૂથે ઇલેક્શનપંચમાં એવી ફરિયાદ કરી હતી કે પાર્ટીના ફૉર્મ પર ઓરિજિનલ સહી હોવી જરૂરી છે, પણ ઉદ્ધવ ઠાકરે ગ્રુપના ઉમેદવારોના ફૉર્મમાં ડિજિટલ સહી થયેલી છે. ચૂંટણીપંચના નિયમો પ્રમાણે ડિજિટલ સહીને કારણે આ ઉમેદવારોની ઉમેદવારી રદ થવાની સંભાવના છે. આ બાબતે ચૂંટણી-અધિકારીઓએ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.


