Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Parveen Shaikh Sacked: સોમૈયા સ્કૂલનાં પ્રિન્સિપાલને હમાસનું સમર્થન ભારે પડ્યું, આખરે નોકરી પરથી કરાયાં છૂટા

Parveen Shaikh Sacked: સોમૈયા સ્કૂલનાં પ્રિન્સિપાલને હમાસનું સમર્થન ભારે પડ્યું, આખરે નોકરી પરથી કરાયાં છૂટા

08 May, 2024 11:26 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Parveen Shaikh Sacked: 26 એપ્રિલે પણ તેમની સાથે એક મીટિંગ યોજાઇ હતી અને તેમાં શાળા મેનેજમેન્ટે તેમને રાજીનામું આપી દેવા જણાવ્યું હતું

પરવીન શેખની ફાઇલ તસવીર

પરવીન શેખની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. પરવીન શેખને સેવામાંથી રદબાતલ કરી દેવામાં આવ્યા છે
  2. પરવીન શેખે થોડા દિવસ પોતાનું કામ શરૂ જ રાખ્યું હતું
  3. તેઓ છેલ્લે સુધી મક્કમ હતા તેઓ પોતાના પદેથી રાજીનામું નહીં જ આપે

સોમૈયા સ્કૂલની મહિલા પ્રિન્સિપાલે થોડાક સમય અગાઉ હમાસ-ઈઝરાયેલ સંઘર્ષએને મુદ્દે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. જોકે, આ પ્રિન્સિપાલને હવે તેનું ખૂબ જ ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. હવે સ્કૂલ મેનેજમેન્ટે તેમની સામે કાર્યવાહી (Parveen Shaikh Sacked) કરી છે.

તમને જણાવી દઈએ કે પરવીન શેખે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી તેમાં હમાસના સમર્થનમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમનો જબરો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરતુ આ પ્રિન્સિપાલને શાળા મેનેજમેન્ટ દ્વારા રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ પરવીન શેખે તેમ કરવાનો ઇનકાર કારોઈ દીધો હતો. અને હવે સ્કૂલ મેનેજમેન્ટે તેમની સામે કાર્યવાહી (Parveen Shaikh Sacked) કરી હોવાનું જણાવાઈ રહ્યું છે.



શાળાના પ્રશાસને આપ્યું નિવેદન, જાણો શું કહે છે તે?



શાળાના મેનેજિંગ ટ્રસ્ટ સોમૈયા વિદ્યાવિહારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પરવીન શેખને સેવામાંથી રદબાતલ કરી દેવામાં આવ્યા છે. કારણકે એકતા અને સર્વસમાવેશકતાના અમારા મૂલ્યો સાથે ચેડા થઈ રહ્યા હતા.

સ્કૂલ મેનેજમેન્ટે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે અમે જાણ્યું છે કે શેખની વ્યક્તિગત સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ કે જેમાં તેઓ સોમૈયા સ્કૂલમાં નેતૃત્વનું પદ ધરાવે છે, તે અમારા મૂલ્યો સાથે બરાબર સુસંગત નથી. સોમૈયા વિદ્યાવિહાર ખાતે અમે એવું વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જ્યાં જ્ઞાનથી સમાજના તમામ સભ્યોની શાણપણ અને ઉત્થાન થાય.

આગળ જણાવ્યું હતું કે, આવી લઘુ માનસિકતા અને અંગત પૂર્વગ્રહોથી ઉપર ઉઠીને અમે અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું ભારપૂર્વક સમર્થન કરીએ છીએ. તેમ છતાં અમે જાણીએ છીએ કે તે સંપૂર્ણ નથી અને તેનો ઉપયોગ જવાબદારી અને અન્ય લોકો માટે આદર સાથે થવો જોઈએ. 

સ્કૂલ પ્રશાસને પરવીન શેખને જે હોય તેનો લેખિત ખુલાસો કરવા કહ્યું હતું 

પરવીન શેખે (Parveen Shaikh Sacked) જે આ પોસ્ટ કરી હતી તે મુદ્દે 24 એપ્રિલે એક વેબસાઈટ પર ખુલાસો થયો હતો. તે ધ્યાનમાં આવતા જ સ્કૂલ મેનેજમેન્ટે તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જ્યારે 26 એપ્રિલે પણ તેમની સાથે એક મીટિંગ યોજાઇ હતી અને તેમાં શાળા મેનેજમેન્ટે તેમને રાજીનામું આપી દેવા જણાવ્યું હતું. તેમ કહ્યું હોવા છતાં પરવીન શેખે થોડા દિવસ પોતાનું કામ શરૂ જ રાખ્યું હતું. આ દરમિયાન સોમૈયા સ્કૂલના મેનેજમેન્ટે તેમને લેખિત ખુલાસો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

આખરે સ્કૂલ મેનેજમેન્ટે તેમને છૂટા જ કરી નાખ્યા

સ્કૂલ પ્રશાસનના કહેવા પ્રમાણે તેમણે છઠ્ઠી મેના રોજ લેખિત ખુલાસો પણ સબમિટ કરી દીધો હતો. પરંતુ તેઓ છેલ્લે સુધી મક્કમ હતા તેઓ પોતાના પદેથી રાજીનામું નહીં જ આપે. પરંતુ લેખિત ખુલાસો અને તપાસ પ્રક્રિયા પછી સોમૈયા સ્કૂલ મેનેજમેન્ટે મંગળવારે તેમને બરતરફ (Parveen Shaikh Sacked) કરવાનો નિર્ણય કર્યો. અને તેમને આ મામલે ઈ-મેલ દ્વારા જાણ સુદ્ધાં કરવામાં  આવી હતી. સોમૈયા સ્કૂલના મેનેજમેન્ટે એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપી હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK