કાર્યક્રમ દરમિયાન PSI જયશ્રી મુલગીરે રમાબેન હર્ષદભાઈ શાહનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. નીલાબેન સંઘવીનું સન્માન પણ PSI જયશ્રી મુલગીરે શાલથી કર્યું હતું. C. A. લિપીબેન ઠક્કરનું સન્માન નીલાબેન સંઘવીએ કર્યું હતું.
PSI જયશ્રી મુલગીરે રમાબેન હર્ષદભાઈ શાહનું શાલ ઓઢાડી સન્માન કર્યું
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર 8 માર્ચ 2026, રવિવારે સવારે 10 વાગ્યે બોરીવલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગ્લોબલ કપોળ વિકાસ ટ્રસ્ટ અને સુહાના સફર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સ્થળ ગ્લોબલ કપોળ વિકાસ ટ્રસ્ટ દ્વારા બનાવેલ હેલ્પ ડેસ્ક પાસે, GRP પોલીસ સ્ટેશન નજીક રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રેલવે સ્ટેશન અને અન્ય જાહેર સેવાઓમાં કાર્યરત મહિલાઓના પરિશ્રમ, સમર્પણ અને સેવાભાવને માન્યતા આપવાનો હતો. આ પ્રસંગે મહિલા પોલીસ કર્મચારીઓ, RPF કર્મચારીઓ, GRP કર્મચારીઓ, રેલવે સ્ટાફ, સ્ટેશન માસ્ટર, ટિકિટ ચૅકર, મહિલા હોમગાર્ડ અને મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ફૂડ બૉક્સ ભેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના આયોજક તરીકે ગ્લોબલ કપોળ વિકાસ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી હિતેન ભૂતા, પ્રૉજેક્ટ ડાયરેક્ટર મુકેશભાઈ મહેતા (પોલિસ મિત્ર), સુહાના સફરના કેતનભાઈ શાહ (ZRUCC) અને મનીષભાઈ પંચાલ જોડાયા હતા.
કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે 93 વર્ષીય લેખિકા રમાબેન હર્ષદભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પાંચ વખત સ્થાન મેળવી ચૂક્યા છે અને મલબાર હિલથી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. તેમની સાથે જાણીતા લેખિકા, પત્રકાર અને ‘કપોળ સમાજ દર્પણ’ માસિકના તંત્રી નીલાબેન સંઘવી પણ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સાથે C.A. લિપીબેન ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણેય મહેમાનો દ્વારા વિવિધ મહિલા કર્મચારીઓનું ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
અતિથિઓનું પણ સન્માન
કાર્યક્રમ દરમિયાન PSI જયશ્રી મુલગીરે રમાબેન હર્ષદભાઈ શાહનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. નીલાબેન સંઘવીનું સન્માન પણ PSI જયશ્રી મુલગીરે શાલથી કર્યું હતું. C. A. લિપીબેન ઠક્કરનું સન્માન નીલાબેન સંઘવીએ કર્યું હતું. કાર્યકરો દ્વારા લોકલ ટ્રેનના મહિલાઓના ડબ્બામાં જઈ કેટલીક મહિલાઓને પણ પ્રતીક ભેટ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો
આ કાર્યક્રમમાં અલ્પેશભાઈ મહેતા, વરુણભાઈ ઠક્કર, કિરીટભાઈ મહેતા, દિવ્યકાંતભાઈ ભટ્ટ, કેતનભાઈ શાહ, મનીષભાઈ પંચાલ, મહેશભાઈ શાહ, વિપુલભાઈ શાહ, ત્રિવેણી દાસ, દિનેશભાઈ શર્મા, મહેશભાઈ ડોકે, દત્તાભાઈ કુપરેકર, બોરીવલીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનીલભાઈ યાદવ, RPFના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જયશ્રીબેન મુલગીર, દિનેશભાઈ સોની, કીર્તીભાઈ ગાલા, યોગેશભાઈ ભાનુશાળી, PSI RPF પ્રિયંકાબેન ઠાકુર, PSI RPF પ્રતિમાબેન પટેલ અને બોરીવલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગજાનંદભાઈ જોગદંડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
3220 મહિલાઓને સન્માનિત કરવામાં આવી
આયોજકોના જણાવ્યા અનુસાર આ વર્ષે લગભગ 3220 મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માન માત્ર બોરીવલી પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ મથુરા સ્ટેશન, રાજકોટ ડિવિઝન, સાબરમતી, અમદાવાદ અને મુંબઈના લગભગ તમામ ઉપનગરીય સ્ટેશનો તેમજ BCT વિભાગના બોરીવલી અને માટુંગા સુધી પહોંચ્યું હતું.
મુકેશભાઈ મહેતાને અભિનંદન
કાર્યક્રમને સફળ બનાવવામાં મુકેશભાઈ મહેતા (પોલિસ મિત્ર)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. કાર્યક્રમના અંતે તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
