ચૉકલેટ અને ડ્રાયફ્રૂટનાં ફજ તો બધે મળશે પણ આ ચીકુનું ફજ ટ્રાય કરો, ખૂબ જ ટેસ્ટી અને યુનિક લાગશે.
ચીકુ ફજ
સામગ્રી : ૨ મોટા ચમચા ઘી, ૩ મોટાં અને પાકાં ચીકુ, ૧ કપ સાકર, ૧ કપ ડ્રાય ચીકુ પાઉડર, ૨ મોટા ચમચા દૂધ, દોઢ કપ મિલ્ક પાઉડર, કાજુ ટુકડા સજાવવા માટે.
ચીકુ પાઉડર ન હોય તો ૧ કપ મિલ્ક પાઉડર વધુ વાપરો.
ADVERTISEMENT
રીત : એક નૉનસ્ટિક પૅનમાં ઘી લો અને આમાં ચીકુની છાલ કાઢીને કરેલો પલ્પ નાખીને એને થોડી મિનિટ ગરમ કરો. હવે આમાં સાકર અને ચીકુ પાઉડર નાખી પાંચ મિનિટ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. હવે આમાં દૂધ અને મિલ્ક પાઉડર નાખી એકદમ ધીમા તાપે ગૅસ પર હલાવતા રહો, જ્યાં સુધી મિશ્રણનો ગોળો થઈ ગોળ ફરે અને પૅનની સાઇડ છોડે. જો તમારી પાસે ચીકુ પાઉડર ન હોય તો મિશ્રણને ઘટ્ટ કરવા થોડો મિલ્ક પાઉડર વધુ નાખો. મિશ્રણને ઠંડું કરી લંબગોળ આકાર આપી, છેડે કટ આપી ફૂલ જેવો આકાર આપો. વચ્ચે કાજુના ટુકડાથી સજાવો. ચૉકલેટ અને ડ્રાયફ્રૂટનાં ફજ તો બધે મળશે પણ આ ચીકુનું ફજ ટ્રાય કરો, ખૂબ જ ટેસ્ટી અને યુનિક લાગશે.
- સ્વાતિ શ્રોફ
