Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહ સાથેની બેઠક બાદ અટકળો તેજ : ૩ દિવસમાં બીજી વખત મળી NCP કોર કમિટી

અમિત શાહ સાથેની બેઠક બાદ અટકળો તેજ : ૩ દિવસમાં બીજી વખત મળી NCP કોર કમિટી

Published : 05 November, 2026 09:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અગાઉ સોમવારે પણ મુંબઈમાં કોર કમિટી મળી હતી અને ત્યાર બાદ મંગળવારે રાત્રે વિધાનસભ્યોની બેઠક યોજાઈ હતી.

અમિત શાહ

અમિત શાહ


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતાઓએ પક્ષપ્રમુખ અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર વિના દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ઘટનાક્રમ વચ્ચે બુધવારે સવારે NCP કોર કમિટીની બેઠક યોજાઈ હતી. છેલ્લા ૩ દિવસમાં કોર ગ્રુપની આ બીજી બેઠક હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં સુનેત્રા પવાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અગાઉ સોમવારે પણ મુંબઈમાં કોર કમિટી મળી હતી અને ત્યાર બાદ મંગળવારે રાત્રે વિધાનસભ્યોની બેઠક યોજાઈ હતી.

પક્ષના નેતાઓએ સુનેત્રા પવાર અને તેમના પુત્રોને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા હોવાની અટકળોને સદંતર ફગાવી દીધી છે. આ ઉપરાંત શરદ પવાર જૂથ સાથે વિલીનીકરણની અફવાઓમાં પણ કોઈ તથ્ય ન હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.



પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, દિલીપ વળસે-પાટીલ, હસન મુશ્રીફ, છગન ભુજબળ અને ધનંજય મુંડે સહિતના વરિષ્ઠ નેતાઓએ રવિવારે દિલ્હીમાં અ‌મિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મહત્ત્વની  બેઠકમાં સુનેત્રા પવાર અને તેમના પુત્ર તથા રાજ્યસભાના સંસદસભ્ય પાર્થ પવાર કે જય પવાર ગેરહાજર રહેતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી. જોકે NCPએ આંતરિક વિખવાદના અહેવાલોને નકારી કાઢ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK