દહાણુમાં ન્યૂનતમ તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ અને અધિકતમ તાપમાન 21.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો.

પ્રતીકાત્મક તસવીર
વરસાદી વાતાવરણને કારણે છેલ્લા બે-ત્રણ દિવસોમાં મુંબઇ (Mumbai Rain) અને તેની આસપાસના તાપમાનમાં ઘણાં ચડાવ-ઉતાર આવ્યા છે. મુંબઇમાં બુધવાર અને ગુરુવારે તાપમાનમાં ભારે ઘટાડો નોંધવામાં આવ્યો.
ગુરુવારના કોલાબામાં અધિકતમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ અને સાંતાક્રૂઝમાં 26.4 ડિગ્રી સેલ્સિયસ રેકૉર્ડ નોંધવામાં આવ્યો. બન્ને જગ્યાઓ અંશતઃ 7 ડિગ્રીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
બુધવારે પણ આમાં 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સાંતાક્રૂઝમાં મંગળવારે ન્યૂનતમ તાપમાન 33.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો છે. મુંબઇ શહેર અને ઉપનગરોમાં ન્યૂનતમ તાપમાનમાં ગુરુવારે ક્રમશઃ 4 અને 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. દહાણુમાં ન્યૂનતમ તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ અને અધિકતમ તાપમાન 21.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો.
મુંબઇમાં ગુરુવારે સવારે 8.30 વાગ્યા સુધી 24 કલાકમાં સાંતાક્રૂઝમાં 91.2 મિમી અને કોલાબામાં 90.2 મિમી વરસાદ થયો.