Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્નૅબિટ ઍપ દ્વારા બોલાવેલી હાઉસહેલ્પે ચોર્યું મંગળસૂત્ર, મહિલાએ માફ કરી દીધી

સ્નૅબિટ ઍપ દ્વારા બોલાવેલી હાઉસહેલ્પે ચોર્યું મંગળસૂત્ર, મહિલાએ માફ કરી દીધી

Published : 14 July, 2026 07:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેની રાબોડી પોલીસે અઢી તોલાનું મંગળસૂત્ર એક જ કલાકમાં શોધીને મહિલાને પાછું આપ્યું

મહિલાને ચોરાયેલું મંગળસૂત્ર પાછું આપતી રાબોડી પોલીસ.

મહિલાને ચોરાયેલું મંગળસૂત્ર પાછું આપતી રાબોડી પોલીસ.


સ્નૅબિટ ઍપ્લિકેશન દ્વારા બુક કરેલી વર્કરે થાણેના રુણવાલનગરમાં રહેતી એક મહિલાના ઘરેથી મંગળસૂત્ર ચોરી લીધું હોવાનો બનાવ બન્યો હતો. સાફસફાઈ કરતી વખતે આરોપી વર્કરે ચૂપચાપ અનુજા સાવંત નામનાં ૫૮ વર્ષનાં મહિલાનું બેડરૂમમાં મૂકેલું અઢી તોલાનું મંગળસૂત્ર સેરવી લીધું હતું. જોકે પોલીસની કાર્યવાહી બાદ પકડાયેલી મહિલા પ્રત્યે દયા બતાવીને ફરિયાદી મહિલાએ તેની વિરુદ્ધ કોઈ પોલીસ-કાર્યવાહી ન કરવાનું નક્કી કરીને તેને માફ કરી હતી.

પોલીસે આપેલી માહિતી મુજબ સ્નૅબિટ ઍપ પરથી ડીપ ક્લીન માટે આવેલી વર્કર સાફસફાઈ કરીને જતી રહી ત્યાર બાદ મહિલાને તેનું મંગળસૂત્ર ગાયબ હોવાનું ધ્યાનમાં આવતાં તરત જ રાબોડી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ ટેક્નિકલ સર્વેલન્સ સહિત અન્ય પુરાવાના આધારે ફક્ત એક જ કલાકમાં વર્કરને શોધી લીધી હતી અને મહિલાને તેનું મંગળસૂત્ર પાછું અપાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK