એક સત્તાવાર નિવેદનમાં, MMRDA એ ચાલુ કાર પર સ્ટીલનું માળખું તૂટી પડવાની ઘટનાને ‘અસ્વીકાર્ય’ ગણાવી છે. વરિષ્ઠ અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બાંધકામ દરમિયાન સુરક્ષા બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં.
ઘટનાના વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
મહારાષ્ટ્રના થાણેમાં, મુંબઈ તરફ જતાં માર્ગ પર શનિવારે એક મોટી દુર્ઘટના બની હતી. કોપરી બ્રિજ પાસે નિર્માણાધીન `આનંદ નગર-સાકેત એલિવેટેડ રોડ` પ્રોજેક્ટના એક પિલર (સ્તંભ) માટે તૈયાર કરાયેલું સ્ટીલનું માળખું (રિબાર કેજ) ચાલુ કાર પર તૂટી પડ્યું હતું. આ ઘટનાને કારણે કારની વિન્ડશિલ્ડ (આગળનો કાચ) અને છતને નુકસાન થયું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બાબતને ગંભીરતાથી લેતા, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ જવાબદાર કૉન્ટ્રાક્ટર પર રૂ. ૨ કરોડનો દંડ ફટકાર્યો છે.
ચાલતી કાર પર સ્ટીલનું માળખું તૂટી પડ્યું
ADVERTISEMENT
પ્રાથમિક અહેવાલો અનુસાર, એલિવેટેડ રોડ પ્રોજેક્ટના એક પિલર માટે તૈયાર કરાયેલું સ્ટીલનું માળખું અચાનક ધરાશાયી થઈ ગયું હતું. તે સમયે ત્યાંથી એક સફેદ સિડાન કાર પસાર થઈ રહી હતી; આ માળખું સીધું તે વાહન પર પડ્યું, જેનાથી કારના આગળના ભાગ અને છતને ભારે નુકસાન થયું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કારની ઉપર સ્ટીલના સળિયા પડેલા જોઈ શકાય છે. ઘટનાસ્થળે બાંધકામ કામદારો અને ટ્રાફિક પોલીસ હાજર હતા. અકસ્માત બાદ, થાણેથી મુંબઈ તરફના વ્યસ્ત માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પ્રશાસને ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત કાર અને તૂટી પડેલા માળખાને ત્યાંથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
MMRDAએ કૉન્ટ્રાક્ટરને દંડ ફટકાર્યો
A reinforcement cage from an under-construction pier of the Anand Nagar–Saket Elevated Road project toppled onto a moving car on Kopri Bridge in Thane, damaging its front windshield. No injuries were reported. The MMRDA has imposed a Rs 2 crore penalty on the contractor and ordered a detailed investigation to determine the cause and identify safety lapses.
— Mid Day (@mid_day) October 17, 2026
એક સત્તાવાર નિવેદનમાં, MMRDA એ ચાલુ કાર પર સ્ટીલનું માળખું તૂટી પડવાની ઘટનાને ‘અસ્વીકાર્ય’ ગણાવી છે. વરિષ્ઠ અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બાંધકામ દરમિયાન સુરક્ષા બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. નિવેદનમાં જણાવાયું છે કે, "નુકસાન થયેલા વાહનને હટાવી દેવામાં આવ્યું છે અને ક્રેનની મદદથી તૂટી પડેલા સ્ટીલના માળખાને સુરક્ષિત રીતે હટાવવાની કામગીરી ચાલી રહી છે." અધિકારીએ આ ઘટનાના કારણો જાણવા અને બાંધકામ સ્થળે સુરક્ષામાં ક્યાં ચૂક થઈ છે તે તપાસવા માટે વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. વધુમાં, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. MMRDA એ જણાવ્યું હતું કે જાહેર સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેમના અધિકારક્ષેત્ર હેઠળના તમામ બાંધકામ સ્થળોએ જવાબદારી નક્કી કરવામાં આવશે.
ઈજાગ્રસ્તો અંગે વિરોધાભાસી દાવા
પ્રારંભિક અહેવાલોમાં જણાવાયું હતું કે કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, MMRDAએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનાને કારણે કોઈને ઈજા થઈ હોય તેવા કોઈ અહેવાલ નથી. હાલમાં, આ તપાસનો ઉદ્દેશ્ય સ્ટ્રક્ચરલ કૉલેપ્સના કારણો નક્કી કરવાનો અને બાંધકામ દરમિયાન સુરક્ષાના ધોરણોનું કેટલા અંશે પાલન કરવામાં આવ્યું હતું તેનું મૂલ્યાંકન કરવાનો છે.
