Thane Water Cut: કલ્યાણ ફાટા ખાતે મહાનગર ગેસનું કોઈ કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાણીની મોટી પાઈપલાઈનમાં ભંગાણ થવાથી ૫૦ ટકા પાણીનો કાપ લાદવામાં આવ્યો હતો જે હવે ૧૯ તારીખ સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થાણેને પાણી પૂરું પાડતા મેઈન સ્ત્રોતમાંથી એક લાઈન પીસે બંધારાથી તેમઘર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી જાય છે. આ હજાર મીમી વ્યાસની પાણીની પાઈપલાઈનમાં ગત ૧૧મી ડિસેમ્બરના રોજ ભંગાણ થયું હતું. આ લાઈનમાં ચારથી પાંચ જગ્યાએ નુકસાન થયું હતું. કલ્યાણ ફાટા ખાતે મહાનગર ગેસનું કોઈ કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાણીની આ મોટી પાઈપલાઈનમાં ભંગાણ થવાથી ૫૦ ટકા પાણીનો કાપ (Thane Water Cut) લાદવામાં આવ્યો હતો જે હવે ૧૯ તારીખ સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે.
આ બાબતે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)ના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે વહેલી તકે સમારકામ (Thane Water Cut) પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ પાઇપલાઇન ખુબ જ જૂની છે અને પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટથી બનેલી હોવાના કારણે તેના સમારકામમાં જરાક વધારે સમય જઈ શકે એમ છે. હજી આ લાઈનનું સમારકામ પૂર્ણ થવામાં આશરે ચાર દિવસ તો લાગશે જ. આ દરમિયાન નાગરિકોને પાણીની કટોકટીનો સામનો ન કરવો પડે એ માટે નાગરિક વહીવટીતંત્રે થાણે શહેરમાં પાણી પુરવઠામાં પચાસ ટકાનો ઘટાડો કરવાનું નક્કી કર્યું છે. ફરી પાછુ બધું રાબેતા મુજબ કરવા માટે ૧૯ ડિસેમ્બર સુધી ઝોનલ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ દ્વારા વિવિધ વિસ્તારોમાં દિવસમાં ૧૨ કલાક પાણી પૂરું પાડવામાં આવશે. પરિણામે રહેવાસીઓને મર્યાદિત માત્રામાં અને અનિયમિત અંતરાલે પાણી મળી શકે છે. નાગરિક સંસ્થાએ નાગરિકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને સમારકામના સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનને સહકાર આપવા અપીલ કરી છે.
ADVERTISEMENT
આ સાથે જ તમને જણાવી દઈએ કે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી રહેલા પાણી (Thane Water Cut)ના બિલમાં ૨૫૦ કરોડ રૂપિયાની વસૂલાત માટે કવાયત હાથ ધરવામાં આવી છે. અગાઉ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)એ લગભગ ૨૫૦ કરોડ રૂપિયાના બાકી પાણીના બિલની વસૂલાત માટે એક મોટી કવાયત હાથ ધરી હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું. હજી વસૂલવાની બાકી નીકળતી રકમ ૯૨.૨૮ કરોડ રૂપિયા જેટલી છે. જ્યારે ૧૫૭.૮ કરોડ રૂપિયા ચાલુ નાણાકીય વર્ષ સાથે સંબંધિત છે. મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવે પાણી પુરવઠા વિભાગને ચાલુ નાણાકીય વર્ષમાં ૧૦૦ ટકા રિકવરી કરવાના નિર્દેશ આપ્યા છે.
Thane Water Cut: તમને જણાવી દઈએ કે એપ્રિલથી સિવિક બોડીએ આ કવાયત હેઠળ ૪૩ કરોડ રૂપિયાની વસૂલાત કરી છે, જે કુલ રકમના લગભગ ૧૮ ટકા જ છે. પુબીજી બાકીની રકમની વસૂલાતના ભાગરૂપે ટી. એમ. સી. એ તમામ વોર્ડમાં પાણીના જોડાણો કાપી નાખવાનું, મોટર પંપ જપ્ત કરવાનું અને મીટર રૂમ સીલ કરવાની કવાયત હાથ ધરી હતી. અધિકારીઓએ ચેતવણી પણ આપી હતી કે જે વપરાશકર્તાઓ બાકી નીકળતી રકમ ચૂકવ્યા વિના તેમના પુરવઠાને ફરીથી કનેક્ટ કરશે તેમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.


