મહારાષ્ટ્ર રાજ્યના ચૂંટણી કમિશને લોકસભાની ચૂંટણીની જાહેરાત થયાથી ગઈ કાલ સુધી ૫૩૦.૬૯ કરોડ રૂપિયાની વસ્તુ જપ્ત કરી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર રાજ્યના ચૂંટણી કમિશને લોકસભાની ચૂંટણીની જાહેરાત થયાથી ગઈ કાલ સુધી ૫૩૦.૬૯ કરોડ રૂપિયાની વસ્તુ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રના ચીફ ઇલેક્શન ઑફિસર એસ. ચોકલિંગમે ગઈ કાલે માહિતી આપતાં કહ્યું હતું કે ‘જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં ૪૯.૯૫ કરોડ કૅશ, ૩૬.૮૦ કરોડ રૂપિયાનો દારૂ, ૨૨૦.૬૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને ૧૨૯.૮૯ કરોડ રૂપિયાની કીમતી વસ્તુઓનો સમાવેશ થાય છે. ૭ મેએ ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્રની રાયગડ, બારામતી, ધારાશિવ, લાતુર, સોલાપુર, માઢા, સાંગલી, સાતારા, રત્નાગિરિ-સિંધુદુર્ગ, કોલ્હાપુર અને હાતકણંગલે સહિતની ૧૧ લોકસભા બેઠકમાં મતદાન થશે એ માટેની તમામ તૈયારીઓ પૂરી દેવામાં આવી છે.’