Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલાડ-કાંદિવલી વચ્ચે ૪૦ મીટર નીચે બનશે ટ્‍‌વિન ટનલ

મલાડ-કાંદિવલી વચ્ચે ૪૦ મીટર નીચે બનશે ટ્‍‌વિન ટનલ

Published : 12 November, 2026 08:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બેસાલ્ટ ખડકો ચીરીને ૩.૯ કિમી લાંબો માર્ગ કંડારવામાં આવશે, વર્સોવા-દહિસર કૉરિડોરનો પ્રવાસ બનશે સિગ્નલ-મુક્ત

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


કોસ્ટલ રોડના વિસ્તરણના ભાગરૂપે મલાડ અને કાંદિવલી વચ્ચે અવરજવર કરતા વાહનચાલકોને ટૂંક સમયમાં બન્ને દિશામાં ફોર-લેન અન્ડરગ્રાઉન્ડ ટનલનો લાભ મળશે. જમીનથી લગભગ ૪૦ મીટર નીચેથી પસાર થનારી ૩.૯ કિલોમીટર લાંબી ટ્‍‌વિન ટનલનું કામ હવે એક ડગલું આગળ વધ્યું છે, કારણ કે આ ખોદકામ માટે વપરાનારાં વિશાળ ટનલ બોરિંગ મશીન્સ (TBMs)નું ચેન્નઈમાં પ્રથમ મોટું પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે.

કોસ્ટલ રોડ (નૉર્થ) અથવા વર્સોવા-દહિસર લિન્ક રોડ (VDLR) કુલ બાવીસ કિલોમીટર લાંબો કૉરિડોર હશે. એમાં જમીન પરના રસ્તા, એલિવેટેડ સેક્શન્સ, થાંભલા પરના રસ્તા, કેબલ-સ્ટેઇડ બ્રિજ અને ખાડી નીચે કટ-ઍન્ડ-કવર ટનલનો સમાવેશ થાય છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં TBMs સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવશે.



૧૫.૬ મીટરના કટરહેડ વ્યાસ ધરાવતાં આ મશીનો ભારતમાં રોડ ટનલ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાનારાં સૌથી મોટાં મશીનો પૈકીનું એક છે. બે પૈકીના એક મશીનનું ફૅક્ટરી ઍક્સેપ્ટન્સ ટેસ્ટિંગ (FAT) કરવા માટે BMCના અધિકારીઓની એક ટીમે તાજેતરમાં ચેન્નઈસ્થિત હેરેનક્નેક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
ટનલના રૂટ પરની ભૌગોલિક સ્થિતિ પણ એન્જિનિયરો માટે મોટો પડકાર સાબિત થશે. મુંબઈની જમીન નીચે ડેક્કન ટ્રૅપ રચનામાં બેસાલ્ટ પથ્થરો આવેલા છે જે પ્રાચીન લાવા ઠરવાથી બનેલા અત્યંત સખત જ્વાળામુખી ખડકો છે. આ ખડકો અત્યંત કઠણ અને ઘર્ષણયુક્ત હોવાથી ખોદકામની ઝડપ પર એની સીધી અસર પડી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK