પોલીસ તપાસ કરી રહી છે કે આ આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી.
સળગી ગયેલી કાર
ગઈ કાલે વહેલી સવારે થાણેના કોપરીમાં બે પાર્ક કરેલાં ફોર-વ્હીલરમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને થોડી વારમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. જોકે આગમાં બે ગાડીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે હજી એક ગાડીને પણ નુકસાન થયું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પણ પોલીસ તપાસ કરી રહી છે કે આ આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી.


