Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિરારમાં માઇનિંગ માફિયાનો આતંક

વિરારમાં માઇનિંગ માફિયાનો આતંક

Published : 13 May, 2026 01:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગેરકાયદે ખનન વિરુદ્ધ લડતા RTI કાર્યકરની હત્યા

મૃત્યુ પામેલા આત્મરામ પાટીલ અને ઘટનાસ્થળ જ્યાં તેમની ગાડી નુકસાન થયું હતું.

મૃત્યુ પામેલા આત્મરામ પાટીલ અને ઘટનાસ્થળ જ્યાં તેમની ગાડી નુકસાન થયું હતું.


વિરાર-ઈસ્ટના શિરગાવસ્થિત ગડગાપાડા ગામમાં ગઈ કાલે બપોરે એક વાગ્યે ૫૪ વર્ષના આત્મારામ પાટીલની ધોળા દિવસે નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ મામલે વિરાર પોલીસે હત્યાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. છેલ્લાં ૧૫ વર્ષથી ગેરકાયદે પથ્થરની ખાણો અને ક્રશર મશીનો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) કાર્યકર આત્મારામ પાટીલની માઇનિંગ માફિયાઓ દ્વારા ધોળા દિવસે નિર્મમ હત્યા કરવામાં આવી છે. ગઈ કાલે તેઓ સરકારી અધિકારીઓ સાથે ગેરકાયદે ખનનસ્થળનું પંચનામું કરવા ગયા હતા ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો છે અને માઇનિંગ માફિયાઓના વધતા વર્ચસ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK