Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં વૉટર મેટ્રો પ્રોજેક્ટ વધારાના ૨૧૫ કિલોમીટર લંબાવવામાં આવશે- ૬૫૦૦ કરોડના ખર્ચે ૨૪ ટર્મિનલ બનશે

મુંબઈમાં વૉટર મેટ્રો પ્રોજેક્ટ વધારાના ૨૧૫ કિલોમીટર લંબાવવામાં આવશે- ૬૫૦૦ કરોડના ખર્ચે ૨૪ ટર્મિનલ બનશે

Published : 19 March, 2026 08:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રોજેક્ટ માટે જરૂરી બોટ ફક્ત લોકલ શિપયાર્ડમાં જ બનાવવામાં આવે એની ખાતરી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં વૉટર મેટ્રો પ્રોજેક્ટ વિશે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં શહેરના વૉટર ટ્રાન્સપોર્ટ નેટવર્કને વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં વૉટર ટ્રાન્સપોર્ટ ૧૨૫ કિલોમીટરના અંતરને આવરી લે છે જેને વધારાના ૨૧૫ કિલોમીટર રૂટ પર કાર્યરત કરવાની યોજના છે. આ પ્રોજેક્ટ હેઠળ ૧૧ નવા રૂટ પર ૨૪ ટર્મિનલ બનાવવામાં આવશે. પ્રોજેક્ટનો અંદાજે ખર્ચ ૬૫૦૦ કરોડ રૂપિયા છે. ત્રણ તબક્કામાં પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. વૉટર ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટની દેખરેખ માટે કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર ઊભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રોજેક્ટ માટે જરૂરી બોટ ફક્ત લોકલ શિપયાર્ડમાં જ બનાવવામાં આવે એની ખાતરી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK