Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈ-વિરારમાં ૪ એપ્રિલથી અઠવાડિયા સુધી રહેશે પાણીના ધાંધિયા

વસઈ-વિરારમાં ૪ એપ્રિલથી અઠવાડિયા સુધી રહેશે પાણીના ધાંધિયા

Published : 03 April, 2026 09:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૂર્યા વૉટર પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવનારા સમારકામ અને ટેક્નિકલ કામગીરીને કારણે ૪ એપ્રિલથી સમગ્ર વિસ્તારમાં પાણીપુરવઠો ખોરવાઈ જવાની શક્યતા છે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉનાળાની શરૂઆતની સાથે જ વસઈ-વિરારના રહેવાસીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સૂર્યા વૉટર પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવનારા સમારકામ અને ટેક્નિકલ કામગીરીને કારણે ૪ એપ્રિલથી સમગ્ર વિસ્તારમાં પાણીપુરવઠો ખોરવાઈ જવાની શક્યતા છે. 

સૂર્યા વૉટર પ્રોજેક્ટની મુખ્ય પાઇપલાઇનમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીઓને દૂર કરવા અને પમ્પિંગ સિસ્ટમની ક્ષમતા વધારવા માટે આ કાપ લાદવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન નિશ્ચિત કરેલા વિસ્તારોમાં વૉટર સપ્લાય સંપૂર્ણપણે બંધ રહેશે અથવા તો ખૂબ જ ઓછા દબાણથી પાણી મળશે. દરેક ઝોનમાં સવારે ૧૦થી બીજા દિવસે સવારે ૧૦ વાગ્યા સુધી ૨૪ કલાક પાણીકાપ રહેશે. પ્રશાસને આ દરમ્યાન પાણીનો અત્યંત કરકસરપૂર્વક ઉપયોગ કરવાની તાકીદ કરી છે.



કયા વિસ્તારમાં ક્યારે પાણી નહીં આવે એ જાણી લો


૪ એપ્રિલ : વિરાર ઈસ્ટ અને વેસ્ટ
૫ એપ્રિલ : નાલાસોપારા ઈસ્ટ અને વેસ્ટ
૬ એપ્રિલ : નવઘર, વસઈ
૭ એપ્રિલ : વિરાર ઈસ્ટ અને વેસ્ટ
૮ એપ્રિલ : નાલાસોપારા ઈસ્ટ અને વેસ્ટ
૯ એપ્રિલ : નવઘર, વસઈ
૧૦ એપ્રિલ : વિરાર-વેસ્ટ, નાલાસોપારા-વેસ્ટ


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2026 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK