કૉલેજના નિર્ણયના વિરોધમાં હવે સ્ટુડન્ટ્સ મુખ્ય પ્રધાનને મળશે અને ન્યાય મળે એવી માગણી કરશે
વિલ્સન કૉલેજ
કૉલેજમાં ૭૫ ટકા હાજરીનો નિર્ણય ફરી કેટલાક સ્ટુડન્ટ્સને સતાવી રહ્યો છે. વિલ્સન કૉલેજે અેના બૅચલર ઑફ સાયન્સ (ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી) (BSc IT)ના ૨૦ સ્ટુડન્ટ્સને આ નિયમના આધારે વર્ષના અંતમાં થનારી પરીક્ષામાં (લેખિત અને પ્રૅક્ટિકલ) નહીં બેસાડવાનો નિર્ણય લીધો છે જેથી આ કોર્સના સ્ટુડન્ટ્સનું એક વર્ષ બગડે એવા સંજોગો ઊભા થયા છે.