Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લેડી TCએ ફાઇનની ૫૧૦ રૂપિયાની રસીદ ફાડી અને મહિલા પૅસેન્જરે હાથ પર બચકાં ભરીને, નખ મારીને લોહીલુહાણ કરી નાખી

લેડી TCએ ફાઇનની ૫૧૦ રૂપિયાની રસીદ ફાડી અને મહિલા પૅસેન્જરે હાથ પર બચકાં ભરીને, નખ મારીને લોહીલુહાણ કરી નાખી

Published : 05 November, 2026 08:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંધેરી સ્ટેશને વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર પકડાયેલી મહિલાનો હુમલો

મહિલા-પૅસેન્જરે હાથ પર બચકાં ભરી અને નખ મારીને હુમલો કર્યો

મહિલા-પૅસેન્જરે હાથ પર બચકાં ભરી અને નખ મારીને હુમલો કર્યો


વેસ્ટર્ન રેલવેની ૪૨ વર્ષની મહિલા ટિકિટ-ચેકર (TC) પર બુધવારે સવારે અંધેરી સ્ટેશને વિરાર જતી લોકલ ટ્રેનમાં ટિકિટ-ચેકિંગ દરમ્યાન એક મહિલા-પૅસેન્જરે હાથ પર બચકાં ભરી અને નખ મારીને હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટિકિટ વિના મુસાફરી કરવા બદલ મહિલા-પૅસેન્જર પાસે ૫૧૦ રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવ્યા બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો.

અંધેરી રેલવે પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) અનુસાર ફરિયાદ કરનાર હરપ્રીત કૌર કામત સવારે ૮.૨૬ વાગ્યે બાંદરાથી વિરાર જતી ફાસ્ટ લોકલમાં ડ્યુટી પર ચડી હતી. આ ઘટના સવારે આશરે ૮.૪૨ વાગ્યે પ્લૅટફૉર્મ-નંબર ૬/૭ પર બની હતી, જ્યારે તેણે એક મહિલા-પૅસેન્જરને માન્ય ટિકિટ વિના મુસાફરી કરતી પકડી પાડી હતી. પૂછપરછ કરતાં તે મહિલાએ પોતાનું પર્સ ચોરાઈ ગયું હોવાનું અને ટિકિટ મળતી ન હોવાનું જણાવ્યું હતું. TCએ નિયમ મુજબ તેની પાસેથી ૫૧૦ રૂપિયાનો દંડ વસૂલ કરીને રસીદ બનાવી આપી હતી.
TC રસીદ ચેક કરી રહી હતી ત્યારે જ તે મહિલા-પૅસેન્જરે અચાનક તેના પર હુમલો કરી દીધો હતો. તેણે હરપ્રીત કૌરના હાથ પર બચકાં ભર્યાં હતાં અને નખ મારીને ઈજા પહોંચાડી હતી. ત્યાર બાદ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી. ઈજાગ્રસ્ત TCને તાત્કાલિક સારવાર માટે કૂપર હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. સારવાર લીધા બાદ તેણે રેલવે-પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.



આરોપી મહિલાની ઓળખ હજી સુધી થઈ શકી નથી અને પોલીસ આ મામલે આગળ તપાસ કરી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK