Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમ્ગેએ નાગપુરમાં આપ્યો મત

વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમ્ગેએ નાગપુરમાં આપ્યો મત

20 April, 2024 11:14 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગપુરમાં ૧૯૯૩ની ૧૬ ડિસેમ્બરે જન્મેલી જ્યોતિ આમ્ગેની ઊંચાઈ માત્ર ૬૧.૯૫ સે​ન્ટિમીટર છે

જ્યોતિ આમ્ગે

જ્યોતિ આમ્ગે


લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં ગઈ કાલે મહારાષ્ટ્રની પાંચ બેઠકો માટે મતદાન થયું હતું. નાગપુરમાં રહેતી માત્ર બે ફીટની ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમ્ગેએ પણ મત આપ્યો હતો. માતા-પિતા સાથે મતદાન કર્યા બાદ જ્યોતિએ કહ્યું હતું કે આપણે આ દેશના નાગરિક છીએ અને મતદાન આપણું કર્તવ્ય છે એટલે આપણે મતદાન કરવું જ જોઈએ.

નાગપુરમાં ૧૯૯૩ની ૧૬ ડિસેમ્બરે જન્મેલી જ્યોતિ આમ્ગેની ઊંચાઈ માત્ર ૬૧.૯૫ સે​ન્ટિમીટર છે. તેનું નામ લિમ્કા બુક ઑફ ‌રેકૉર્ડ્સની સાથે ગિ​નેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સૌથી ઠીંગણી મહિલા તરીકે છે. એકૉન્ડ્રોપ્લેસિયા એટલે કે શરીરની ઊંચાઈ ન વધવાની બીમારીને લીધે જ્યોતિ ૨૯ વર્ષની થઈ હોવા છતાં તેના ‌શરીરનો વિકાસ નથી થયો.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK