મુંબઈ મૅરથૉનની ગઈ કાલે વીસમી સીઝન ધમાકેદાર રહી, પણ સૌથી વધુ મજા આવી એવા દોડવીરોને જેમણે આ વીસ વર્ષના ગાળામાં મૅરથૉનમાં દોડવાનો પહેલવહેલો અનુભવ મેળવ્યો હતો. એવા ગુજરાતીઓ અમે શોધી કાઢ્યા અને તેમને પૂછ્યું કે આટલાં વર્ષ તેઓ ક્યા હતા અને આ પહેલો અનુભવ કેવો રહ્યો. જાણીએ તેમના રોચક અનુભવો.
મુંબઈ મૅરથૉનમાં ઉત્સાહ અને ઉમંગનું વાવાઝોડું આવતું હોય છે એ તો જગજાહેર છે અને એટલે જ લાખોની સંખ્યામાં મુંબઈકર વહેલી પરોઢે મુંબઈના નવી જ રીતે દીદાર કરવા માટે અને સાથે હેલ્થને લગતી જાગૃતિ મેળવવા માટે ઊમટી પડે છે. મુંબઈ મૅરથૉનની આ વીસમી સીઝન હતી અને ઍઝ યુઝ્અલ મિડ-ડેની ટીમ પણ મુંબઈ મૅરથૉનમાં દોડી રહેલા ગુજરાતીઓને સેલિબ્રેટ કરવા માટે ઑનસાઇટ નીકળી પડી હતી. ત્યારે એવા ગુજરાતીઓનો ભેટો થયો જેમના જીવનની આ પહેલી મૅરથૉન હતી. જેમણે મુંબઈ મૅરથૉન વિશે સાંભળ્યું ખૂબ હતું, પણ અનુભવવા પહેલી વાર મળ્યું. દોડીને સ્વસ્થ રહેવાનો આ પહેલો અનુભવ તેમના માટે હવે જીવનભરનું સંભારણું બની ગયો અને હવે પછી એ નિયમિત જીવનનો હિસ્સો પણ બની જશે એની ખાતરી તેઓ આપે છે. મળીએ કેટલાક એવા જ ફર્સ્ટ ટાઇમર્સને.
20 January, 2025 01:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent