આજે શનિવારે બાન્દ્રા પૂર્વની ONGC કૉલોનીમાં ગ્રેડ L1 આગ ફાટી નીકળી હતી. આ ઘટના બપોરે 2.36 કલાકે બની હતી અને તેમાં લગભગ 20થી 25 ઝૂંપડીઓ ખાખ થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, "આગની માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) મુંબઈ ફાયર બ્રિગેડ (MFB)ને બપોરે 2:59 વાગ્યે આપવામાં આવી હતી." માહિતીના પગલે, મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને બપોરે 2:57 વાગ્યે લેવલ I ફાયર કૉલ હોવાનું જાહેર કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં હજી સુધી કોઈને ઈજા થઈ નથી.