Mumbai Based Jewellery Brand Scam: રોકાણકારો દાવો કરે છે કે તેમને કંપની તરફથી કોઈ અપડેટ કે માહિતી મળી નથી. કંપનીએ અગાઉ રોકાણ પર સાપ્તાહિક 10 ટકા વળતરની ખાતરી આપી હતી. છેલ્લા એક વર્ષથી મુંબઈના વિવિધ ભાગોમાં કાર્યરત કંપની ડિસેમ્બર સુધી ચૂકવણી કરી.
પ્રતીકાત્મક તસવીર મિડ-ડે
મુંબઈમાં સ્થિત એક જ્વેલરી બ્રાન્ડ દ્વારા તેમના રોકાણકારો સાથે મોટી આર્થિક છેતરપિંડી કરવાના આરોપને લઈને હોબાળો મચ્યો છે. મુંબઈની (Mumbai Based Jewellery Brand Scam) એક જાણીતી બ્રાન્ડે લોકોને તેમની કંપનીમાં ઇન્વેસ્ટ કરવા બદલ વધુ વળતર આપવાની જાહેરાત કરી હતી. જોકે હવે કંપનીનો માલિક ગાયબ હોવાનો લોકોનો આરોપ છે જેથી હવે આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવવાની છે. આ ઘટના હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે અને તેને સ્કેમ 2025 એવું લોકોએ નામ આપ્યું છે.
મુંબઈમાં શિવાજી પાર્ક (Mumbai Based Jewellery Brand Scam) પોલીસ રોકાણકારોને છેતરવા માટે જ્વેલરી બ્રાન્ડ વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની પ્રક્રિયામાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે દાદરમાં આવેલા આ જ્વેલરી બ્રાન્ડના આઉટલેટની આસપાસ ઘણા રોકાણકારો એકઠા થયા હતા, કારણ કે તેમને બ્રાન્ડમાં રોકાણ કરેલા પૈસા મળ્યા નથી. “કંપની રોકાણ પર વળતર આપવાનું વચન પૂરું કરવામાં નિષ્ફળ ગયા પછી ઘણા લોકો દાદરમાં કંપનીની ઑફિસ પાસે એકઠા થયા અને માગણી કરી કે તેઓને મુખ્ય રકમ પાછી જોઈએ. અમે કંપની સામે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયામાં છીએ,” ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી), ઝોન 5, ગણેશ ગાવડેએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
દાદરની (Mumbai Based Jewellery Brand Scam) આ કંપનીની ઑફિસની બહાર રોકાણકારો મોટી સંખ્યામાં ભેગા થયા હતા કારણ કે કંપની વચન આપેલી ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઈ અને લોકોએ તેમની મૂળ રકમ પરત કરવાની માગ કરી હતી. ઘણા રોકાણકારોએ કંપનીની યોજનાઓમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું કહેવાય છે. જ્યારે કંપનીએ શરૂઆતમાં કેટલીક ચૂકવણીઓનું વિતરણ કર્યું હતું, ત્યારે છેલ્લા બે અઠવાડિયાથી કોઈ હપ્તા મળ્યા નથી, જેના કારણે રોકાણકારો હતાશ થઈ ગયા હતા અને કંપની તરફથી કોઈ પણ વાત થઈ ન હતી.
ભીડ બાબતે માહિતી મળતા મુંબઈ પોલીસ (Mumbai Based Jewellery Brand Scam) ઘટનાસ્થળે પહોંચી અને કંપનીના પ્રવેશદ્વાર પર સુરક્ષા ગોઠવી દીધી. રોકાણકારો દાવો કરે છે કે તેમને કંપની તરફથી કોઈ અપડેટ કે માહિતી મળી નથી. કંપનીએ અગાઉ રોકાણ પર સાપ્તાહિક 10 ટકા વળતરની ખાતરી આપી હતી. છેલ્લા એક વર્ષથી મુંબઈના વિવિધ ભાગોમાં કાર્યરત કંપની ડિસેમ્બર સુધી નિયમિત ચૂકવણી કરતી હતી. જો કે, છેલ્લા બે અઠવાડિયાથી ચૂકવણી બંધ થઈ ગઈ છે, જેના કારણે રોકાણકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હતાશ રોકાણકારો હવે તેમના મુખ્ય રોકાણના વળતરની માગણી કરી રહ્યા છે, એમ કહીને, "અમને વ્યાજની જરૂર નથી, ફક્ત અમારા પૈસા પાછા જોઈએ." અહેવાલો દર્શાવે છે કે નાગરિકોએ આ કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. કંપની તરફથી સંદેશાવ્યવહારના અભાવે રોકાણકારોમાં મૂંઝવણ અને ચિંતા ઊભી કરી છે. વધુમાં, એવું નોંધવામાં આવે છે કે કંપનીના માલિક હાલમાં વિદેશમાં રહે છે.